વિસાવદરના કોલેજ રોડ ઉપર આવેલા પુલ ના સળિયા તથા ખાડા હવે તો રીપેર તો કરો: ટિમ ગબ્બરની માંગ - At This Time

વિસાવદરના કોલેજ રોડ ઉપર આવેલા પુલ ના સળિયા તથા ખાડા હવે તો રીપેર તો કરો: ટિમ ગબ્બરની માંગ


વિસાવદરના કોલેજ રોડ ઉપર આવેલા પુલ ના સળિયા તથા ખાડા હવે તો રીપેર તો કરો: ટિમ ગબ્બર
વિસાવદરતા.ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ એચ. ગજેરા તથા વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીદ્વારા
જિલ્લાકલેકટર,જુનાગઢપ્રાંતઅધિકારી, મામલતદાર વિસાવદર વિગેરેને લેખિતમાં તા.૦૪/૦૮/૨૩ના રોજ રજુઆત કરી જણાવેલ હોવાછતાં કોઈ પગલાં ભરાયેલ નથી કે દોઢ માસ થવા છતાં કોઈ પ્રત્યુત્તર પણ આપવામાં આવેલ નથીવિસાવદરના સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર અને દેવમણી કોલેજ અને ગર્લ્સ સ્કૂલ પાસે આવેલ પોપટડી નદીના પુલ ઉપર આવેલ રોડ અતિ જર્જરિત થઈ ગયેલ હોય અને પુલના તથા રોડના લોખડના સળિયા બહાર આવી ગયેલા હોય આ રોડ ઉપરથી જ સતાધાર આપા ગીગાની જગ્યાએ જવાતું હોય તેમજ વિસાવદર સાસણ રોડ ઉપર જવાતું હોય આ પુલના સળિયા બહાર નીકળી ગયેલ હોય તેના કારણે અવાર નવાર અકસ્માત ના બનાવો બનતા હોય તેમ છતાં કોઈ પગલાં લેવાયેલા નથી સવારના સમયે આ રોડ ઉપરથી સ્કૂલે જતી ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓને પગમાં ઇજાઓ થતી હોય ઉપરાંત વૃદ્ધ માણસો શિવ મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં આવતા જતા હોય તેમજ આ રોડ હનુમાન પરા જેવા મોટા વિસ્તારને લાગુ પડતો અને કાયમીનો અવરજવરનો રસ્તો હોય આ રોડને તાત્કાલિક રીપેર કરી આપવા અમારી ટિમ ગબ્બરની માંગ છે તેથી ટીમ ગબ્બરની ઉપરોક્ત રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ અમારી આ રજુઆત લાગુ પડતા વિભાગમાં પહોંચાડી કાર્યવાહી કરી કરાવી આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા ટીમ ગબ્બરની માગણી સાથેરજુવાત છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.