મહીસાગર બ્રિજ ઉપરથી યુવક અને યુવતીએ ઝંપલાવ્યુ હોવાની આશંકા પોલીસે તપાસ હાથ ધરી - At This Time

મહીસાગર બ્રિજ ઉપરથી યુવક અને યુવતીએ ઝંપલાવ્યુ હોવાની આશંકા પોલીસે તપાસ હાથ ધરી


મહીસાગર જિલ્લાના દેગમડા તીર્થધામ પાસે મહીસાગર નદી ઉપર આવેલ બ્રિજ ઉપરથી એક યુવક તેમજ એક યુવતીના ચપ્પલ બે મોબાઈલ, પર્શ અને રૂમાલ મળી આવ્યા છે.ત્યારે પ્રેમી યુગલે બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવ્યું હોય તેવી આશંકાને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરવામા આવેલ હતી.તો આ બાબતે લુણાવાડા નગરપાલિકાની ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી જેને લઇને ફાયર ટીમે પણ ઘટના સ્થળે પહોંચી અને યુવક યુવતીની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા પણ આ બાબતે અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.