ભરૂચ માં આવેલ લીંકરોડ અયોધ્યા નગરમાં બંધ મકાન ને તસ્કરોએ નિશાનો બનાવી રૂ.22.69 લાખની ચોરી કરી ફરાર - At This Time

ભરૂચ માં આવેલ લીંકરોડ અયોધ્યા નગરમાં બંધ મકાન ને તસ્કરોએ નિશાનો બનાવી રૂ.22.69 લાખની ચોરી કરી ફરાર


ભરૂચનાઅયોધ્યા નગરમાં સંતોષી માતાજીના મંદિર પાછળ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 22.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યા નગરમાં સંતોષી માતાજીના મંદિર પાછળ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 22.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મૂળ યુપી અને હાલ ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ અયોધ્યા નગરમાં સંતોષી માતાજીના મંદિર પાછળ રહેતા સતીશકુમાર ગૌરી શંકર શ્રીવાસ્તવ દહેજની રિલાયન્સ રોટો સ્ટેટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે.જેઓ ગત તારીખ-21 નવેમ્બરના રોજ વતન ઉત્તર પ્રદેશ ખાતે મકાનને તાળું મારી નીકળ્યા હતા.જેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 1.50 લાખ મળી કુલ 22.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
પરિવાર ગતરોજ પોતાના વતનથી ઘરે આવતા પોતાના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલ હાલતમાં હતું. તેઓએ ઘરમાં જઈને જોતા મકાનમાં સામાન વેરવિખેર પડ્યો હતો.જેઓને પોતાના ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.ચોરી અંગે મકાન માલિકે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી એફ.એસ.એલ અને ડોગ સ્કોર્ડની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલી કાઢવા તજવીજ હાથ ધરી છે.

સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.