લગ્નમાં મધરાત સુધી સાઉન્ડ સિસ્ટમ વગાડનાર યુવકને પોલીસ ઉઠાવી ગઇ - At This Time

લગ્નમાં મધરાત સુધી સાઉન્ડ સિસ્ટમ વગાડનાર યુવકને પોલીસ ઉઠાવી ગઇ


રામનાથપરા વિસ્તારમાં જોરશોરથી મ્યુઝિક વાગતું હોય પોલીસ પહોંચી

શહેરના રામનાથપરા વિસ્તારના ભવાનીનગરમાં રહેતા પરમાર પરિવારને ત્યાં પુત્રના લગ્ન હતા અને ગુરૂવારે રાત્રે વરઘોડો નીકળ્યો હતો અને મધરાત સુધી સાઉન્ડ સિસ્ટમથી મ્યુઝિક જોરશોરથી વગાડવામાં આવી રહ્યું હતું, મોડેસુધી જોરથી સ્પિકર વગાડી જાહેરનામાનો ભંગ થઇ રહ્યાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને વરરાજાના ભાઇને ઉઠાવીને પોલીસ મથકે લઇ ગઇ હતી તેમજ સ્પિકર સહિત રૂ.18700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.