આગામી ચોમાસા દરમિયાન જિલ્લામાંભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોઇ સાવચેતી રાખવા બાબત - At This Time

આગામી ચોમાસા દરમિયાન જિલ્લામાંભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોઇ સાવચેતી રાખવા બાબત


આગામી ચોમાસા દરમિયાન જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોઇ સાવચેતી રાખવા બાબત
***********************
વીજળીથી બચવા માટે આઇ.એમ.ડી દ્વારા ડેવલપ કરવામાં આવેલ “DAMINI” એપ મોબાઇલમાં ડાઉનલોડ કરવા અપીલ કરાઇ
***********************
ભારતીય હવામાન વિભાગ અમદાવાદ દ્વારા આગામી ચોમાસું દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલ છે. જેથી સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ, નદીઓ તથા તળાવ ઓવરફ્લો થવાની શક્યતા રહેલી છે. લોકો દ્વારા ખોટા સાહસ કરી પાણીમાં નાહવા પડવાથી, પાણીમાં ડૂબી જવાથી તથા વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મૃત્યુના બનાવો બનવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત આકાશી વીજળી પડવાથી પણ માનવ મૃત્યુ થવાની શક્યતા રહેલી છે. આ અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા  દ્વારા અપીલ કરવામાં આવે છે કે વરસાદની ઋતુમાં લોકોએ અજાણ્યા પાણીમાં પ્રવેશ કરવો નહીં. બાળકોને આવા પાણીથી દૂર રાખવા તથા બિન જરૂરી સાહસ કરી ડીપ અને કોઝવે માંથી પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યારે તેમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહીં. આકાશી વીજળીથી બચવા માટે આઇ.એમ.ડી દ્વારા ડેવલપ કરવામાં આવેલ “DAMINI”(દામીની) એપ પોતાના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરવી. ચોમાસા દરમિયાન કોઇ આકસ્મિક બનાવ કે ઘટના બને તો તુરંત  જિલ્લાના કંટ્રોલ રૂમ ખાતે ફોન નંબર ૦૨૭૭૨-૨૪૯૦૩૯ પર જાણ કરવા અનુરોધ છે. એમ કલેકટર
કરવા અનુરોધ છે. એમ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

સાબરકાંઠા

આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.