દહેગામ ના ચેખલાપગીમાં પશુતસ્કરો દ્વારા બે ભેંસો ચોરાતા ગ્રામજનોમાં ડર નો માહોલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/evseii5picw9t88g/" left="-10"]

દહેગામ ના ચેખલાપગીમાં પશુતસ્કરો દ્વારા બે ભેંસો ચોરાતા ગ્રામજનોમાં ડર નો માહોલ


દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં હમણાં જ એક મહિના પહેલા બે ભેંસો ચોરાઈ જવાનો બનાવ બન્યો હતો તે બાદ આજે સવારે પશુચોરતી ગેંગ દ્વારા સવારે 4 વાગ્યાના સુમારે બે ભેંસોને પોતાના વાહનમાં નાખી છું મંતર થઇ જતા પશુપાલકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં વાસણા ચૌધરી રોડ પર રહેતા નાથાજી બાબાજી રાઠોડ ના ઘર આંગણે તબેલામાં 15 જેટલી ભેંસો બાંધેલી હતી જેમાં સવારે 4 વાગ્યાંની આસપાસ કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા તબેલામાંથી એક ભેંશ જેની કિંમત (40,000)ચાલીસ હજાર ની આસપાસ ની કિંમતની ભેંસ ચોરી કરી નાસી છૂટ્યા હતા જેની જાણ થતા પરિવારમાં ડરનો માહોલ સર્જાયો છે જયારે અન્ય બનાવમાં ચેખલાપગી માં ગંડેરી રોડ પર રહેતા બાબુજી ફુલાજી રાઠોડ ના ઘર આંગણે બાંધેલી ભેંશ ની કિંમત (10,000)દશ હજારની આસપાસ હોય તેને પણ સવારે ત્રાટકેલી ગેંગ દ્વારા ચોરી કરી નાસી છૂટ્યા જેથી સમસ્ત ચેખલાપગી ગામમાં પશુચોરતી ગેંગથી ગામલોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામલોકો દ્વારા પણ દહેગામ પોલીસને રાત્રીપેટ્રોલિંગ વધારવા માંગ કરી રહ્યા છે


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]