ABVP સાબરકાંઠા દ્વારા TET 1-2, TAT 1 મા પાસ ઉમેદવારો ને ૧૧ માસ ના કરાર આધારિત ભરતી ની જગ્યા એ કાયમી ભરતી કરવામાં આવે અને રાજ્યમાં વિવિધ આઠ ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં પ્રવેશ પ્રકિયા ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરશ્રી ને આવેદન આપવામાં આવ્યું. - At This Time

ABVP સાબરકાંઠા દ્વારા TET 1-2, TAT 1 મા પાસ ઉમેદવારો ને ૧૧ માસ ના કરાર આધારિત ભરતી ની જગ્યા એ કાયમી ભરતી કરવામાં આવે અને રાજ્યમાં વિવિધ આઠ ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં પ્રવેશ પ્રકિયા ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરશ્રી ને આવેદન આપવામાં આવ્યું.


વિષય : ABVP સાબરકાંઠા દ્વારા TET 1-2, TAT 1 મા પાસ ઉમેદવારો ને ૧૧ માસ ના કરાર આધારિત ભરતી ની જગ્યા એ કાયમી ભરતી કરવામાં આવે અને રાજ્યમાં વિવિધ આઠ ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં પ્રવેશ પ્રકિયા
ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરશ્રી ને આવેદન આપવામાં આવ્યું.

રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરીને TET 1-2 અને TAT 1 પાસ કરેલ ઉમેદવારોની ભરતી જ્ઞાન સહાયક તરીકે 11 મહિનાના કરાર આધારિત કરવા નિણર્ય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે ઉમેદવારો ને પોતાની કારકિર્દી ઘડવામાં મોટી ખોટ પડી શકે છે. ત્યારે ABVP દ્વારા આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદન આપી ને સરકાર ને માંગ કરવામાં આવી કે, TET 1-2, TAT 1 મા પાસ ઉમેદવારો ને ૧૧ માસ ના કરાર આધારિત ભરતી ની જગ્યા એ કાયમી ભરતી કરવામાં આવે.

ગુજરાત ની ૮ જેટલી ગ્રાન્ટ ઇન એડ લૉ કોલેજ ની પ્રવેશ પ્રક્રિયા પણ સ્થગિત કરવામાં આવેલ છે. જેથી ધણા વિધાર્થીઓ પોતાની પસંદગી ની કોલેજો મા પ્રવેશ લેવાથી વંચિત રહી જતા હોવાથી, આ તમામ ગ્રાંટ ઇન એડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તેવી માંગ વિધાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.