નડિયાદ પશ્ચિમ વિભાગમાં ઓવરલોડની વારંવાર ફરિયાદની સમસ્યા દૂર કરવા રજૂઆત ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા જરૂરી વીજ કંપનીઓને સૂચનાઓ આપી - At This Time

નડિયાદ પશ્ચિમ વિભાગમાં ઓવરલોડની વારંવાર ફરિયાદની સમસ્યા દૂર કરવા રજૂઆત ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા જરૂરી વીજ કંપનીઓને સૂચનાઓ આપી


નડિયાદ પશ્ચિમ વિભાગમાં ઓવરલોડની વારંવાર ફરિયાદની સમસ્યા દૂર કરવા રજૂઆત ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા જરૂરી વીજ કંપનીઓને સૂચનાઓ આપી...

મારા નિવાસ સ્થાને નડિયાદ શહેર સંગઠન અને નગરપાલિકાના સભ્યોની સંકલન બેઠક કરી હતી...

આ બેઠકમાં સદસ્યતા અભિયાન તથા પાર્ટીના કાર્યક્રમો અને નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી...

નડિયાદ પશ્ચિમ વિભાગમાં ઓવરલોડની વારંવાર ફરિયાદની સમસ્યા દૂર કરવા રજૂઆત ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા જરૂરી વીજ કંપનીઓને સૂચનાઓ આપી તાત્કાલિક નિવારણ લાવવા જણાવતા નવું 66 KV નું સબ સ્ટેશન બનાવવા સંમતિ આપવામાં આવી...

જે સંદર્ભે મારી રજૂઆત ને ધ્યાને લઇ નગરપાલિકા દ્વારા તાત્કાલિક જમીનની ફાળવણી કરી તેનો કબજો જેટકો કંપનીને આપવામાં આવ્યો...

અને ખૂબ જ ટૂંકા ગાળામાં પશ્ચિમ વિસ્તારમાં નવા 66 KV ના સબ સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવશે..

સાથોસાથ ચોમાસાની સીઝન દરમિયાન પ્રજાને વીજ પુરવઠાના લીધે પડતી તકલીફ અંગે હાજર કાઉન્સિલર અને પાર્ટી સંગઠન દ્વારા જુઆતને ધ્યાને લઈ GEB ના ચીફ એન્જિનિયર શ્રી પી.આર.શાહ, પૂર્વ અને પશ્ચિમના એન્જિનિયર સાથે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવવાની બાહેંધરી આપી હતી...

આ પ્રસંગે નડિયાદ શહેર સંગઠન પ્રમુખ શ્રી હિરેનભાઈ, મહામંત્રી શ્રી હિતેશભાઈ તથા તેજસભાઇ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન, કારોબારી ચેરમેન શ્રી મનનભાઈ, અગ્રણીશ્રી મનીષભાઈ, નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ સંગઠનના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.