કટારીયા ચોકડી પાસે બીજા માળેથી પટકાતા પરપ્રાંતિય યુવકનું મોત - At This Time

કટારીયા ચોકડી પાસે બીજા માળેથી પટકાતા પરપ્રાંતિય યુવકનું મોત


કટારીયા ચોકડી નજીક બાંધકામ સાઈટના બીજા માળેથી પટકાતા ઉધમસિંગ નામના યુવકનું મોત નિપજતાં પરીવારમાં શોક છવાયો હતો.બનાવની વધુ વિગત અનુસાર, કટારીયા ચોકડી નજીક નવ નિર્માણ પામી રહેલ નવી બાંધકામ સાઈટ પર રહેતાં ઉઘમસિંગ યોેગેન્દ્રરામ ચમાર (ઉ.વ.32) આજે વ્હેલી સવારે સાઈટ પર કામ કરતો હતો. ત્યારે સાઈટના 13માં માળેથી નિચે ઉતરતો હતો
ત્યારે બીજામાળે પગથીયાના બદલે લિફટના ખાંચામાં પગ મુકાઈ જતા નિચે પટકાયો હતો.જયાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો.પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો.વધુમાં મૃતકના સંબંધીએ જણાવ્યા અનુસાર ઉધમસિંગ મુળ યુપીનો રહેવાશી અને મજુરીકામ કરતો હતો તેમજ ત્રણ ભાઈ બહેનમાં નાનો અને સંતાનમાં એક પુત્રી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.