ભાવનગર રેલવે ડિવિઝનના 7 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ડી.આર.એમ એવોર્ડથી સન્માનિત કરાયા - At This Time

ભાવનગર રેલવે ડિવિઝનના 7 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ડી.આર.એમ એવોર્ડથી સન્માનિત કરાયા


ભાવનગર રેલવે ડિવિઝનના 7 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ડી.આર.એમ એવોર્ડથી સન્માનિત કરાયા

કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના ડી.આર.એમ રવીશ કુમારે તેઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કર્યું હતું.ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ કર્મચારીઓને રેલવે સંરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.તમામ કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર દ્વારા પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે સીનીયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર સી.આર.ગરુડા અને વરિષ્ઠ કાર્મિક અધિકારી શ્રી અમરસિંહ સાગર ઉપસ્થિત રહ્યા હતા એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો નીચે મુજબ છે.સુનિલ યાદવ(ટી.એમ.ગુડ્ઝ-બોટાદ),જયેશ ડી.(પી. મેન-ઢસા),અક્ષય કુમાર(પોઈન્ટ્સ મેન-જાલિયા),સીતારામ બૈરવા (ટ્રેન મેનેજર-બોટાદ),સંદીપ કુમાર(ડેપ્યુટી સ્ટેશન ગેટમેન-જેતલસર)અને ઘનશ્યામ સી.(કાંટેવાલા-લાઠીદડ)સહીતના
સતર્કતા અને સજાગતા સાથે કામ કરીને, ઉપરોક્ત રેલ્વે કર્મચારીઓએ સંભવિત રેલ્વે અકસ્માતો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાં સતત સ્પાર્કિંગ અને લટકતા ભાગોને નોટિસ કરવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.