બોટાદ તાલુકામાં મતદાન જાગૃતિ માટે યોજાઇ ચુનાવ પાઠશાલા - At This Time

બોટાદ તાલુકામાં મતદાન જાગૃતિ માટે યોજાઇ ચુનાવ પાઠશાલા


બોટાદ તાલુકામાં મતદાન જાગૃતિ માટે યોજાઇ ચુનાવ પાઠશાલા

આગામી લોકસભા ચૂંટણીમાં દરેક મતદાર જોડાઇ તથા અવશ્ય મતદાન થકી બોટાદ જિલ્લો 100 ટકા મતદાનની સિદ્ધિ મેળવે તે માટે સમગ્ર જિલ્લામાં મતદાન જાગૃતિને લગતા અવનવા કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.જિલ્લા વિકાસ અધિકારી વ નોડલ ઓફીસર ટી.આઇ.પી. અક્ષય બુડાનિયાના માર્ગદર્શન હેઠળ બોટાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલ દ્વારા બોટાદ તાલુકામાં તબક્કાવાર ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બોટાદ તાલુકાનાં સમઢિયાળા-1, રંગપર, પિપળીયા, મોટા છૈડા, જોટિંગડા, રતનવાવ સહિતનાં ગામોમાં ચુનાવ પાઠશાલાનાં ઉત્સાહભેર આયોજનમાં મોટી સંખ્યામાં ગ્રામલોકોએ ભાગ લીધો હતો અને અવશ્ય મતદાન કરવાની ખાતરી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.