લીમડીના સમલા ગામે ચાલતા જુગારધામ પર એલ.સી.બી પોલીસના દરોડા દરમ્યાન 23 જુગારીઓ ઝડપાયા. - At This Time

લીમડીના સમલા ગામે ચાલતા જુગારધામ પર એલ.સી.બી પોલીસના દરોડા દરમ્યાન 23 જુગારીઓ ઝડપાયા.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડા રૂ.1,84,320 તથા કાર નંગ 3 કિ.રૂ.5,00,000 તથા મોટરસાયકલ નંગ 4 કિ.રૂ.1,20,000 તથા મોબાઇલ નંગ 23 કિ.રૂ.72,500 ના મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર એલસીબી ટીમના પી.આઈ શ્રી એમ ડી ચૌધરી સાહેબ તથા પી એસ આઇ વી આર જાડેજા તથા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના અલગ અલગ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી ફળદાયક હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપતા એલસીબી ટીમ દ્વારા લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી ચોક્કસ બાતમી આધારે વિક્રમસિંહ બાપુભા ઝાલા સમલા તથા હિંમતભાઈ બેચરભાઈ કણજારીયા એન વી હાઇસ્કુલ પાસે સુરેન્દ્રનગર તથા વિજયભાઈ રણછોડભાઈ બારૈયા ખજેલી વાળા એમ ત્રણેય ભેગા મળી વિક્રમસિંહ બાપુભા ઝાલા વાળાના કબ્જા ભોગવટાનો સમલા ગામે આવેલ ઉતારાના મકાનમાં બહારથી માણસો બોલાવી પૈસાની હાર જીતનો તીન પત્તીનો જુગાર રમે છે તેવી ચોક્કસ હકીકત મળતા એલસીબી ટીમના પીઆઇ એમ ડી ચૌધરી, પીએસઆઇ વી આર જાડેજા, એએસઆઈ વાજસુરભા, જુવાનસિંહ, ઋતુરાજસિંહ ભુપેન્દ્રકુમાર શહીદ સમગ્ર ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે બાતમી વાળી જગ્યાએ છાપા મારતા વિક્રમસિંહ બાપુભા ઝાલા ઉ.61, વિશાલ નલીનભાઈ વાઘેલા ઉ.37, આનંદભાઈ લક્ષ્મણભાઈ મકવાણા ઉ.42, દિલીપભાઈ મહેન્દ્રભાઈ રાવલ ઉ.42, અશ્વિનભાઈ દગૉ શંકરભાઈ દવે ઉ.67, અમીનહુસેન અલીમહમદભાઈ ચામડીયા ઉ.58, મહેન્દ્રભાઈ કાંતિલાલભાઈ ઠક્કર ઉ.54, વિપુલભાઈ ગોવિંદભાઈ કલોતરા ઉ.36, કરમશીભાઈ બોઘાભાઈ માત્રાણીયા ઉ.52, મનુભાઈ આલાભાઇ કલોતરા ઉ.34, બીજલભાઇ ગોવિંદભાઈ ચાવડા ઉ.40, હિંમતભાઈ બેચરભાઈ કણજારીયા ઉ.61, વિજય રણછોડભાઈ બારૈયા ઉ.36, ઉકાભાઇ છગનભાઈ રાસાણી ઉ.55, ઉર્વેશ બાઉદીનભાઈ ખોજાણી ઉ.34, સોહીલ દિન મહમદભાઈ બાધડીયા ઉ.42, વનરાજભાઈ કાનજીભાઈ સનોસરા ઉ.38, નરેશભાઈ જીવણભાઈ નાંધા ઉ.36, ગુણવંતભાઈ ઓધવજીભાઈ વાઘેલા ઉ.53, બળવંતસિંહ કનુભા સોલંકી ઉ.50, રજનીભાઈ હેમુભાઈ ધરજીયા ઉ.42, દિલાવર ભાઈ વજીર ભાઈ કુરેશી ઉ.47, પંકજભાઈ પ્રમોદભાઈ શાહ ઉ.63 કુલ 23 આરોપીઓને રોકડા રૂ.1,84,320 તથા મોબાઇલ નંગ 23 કિ.રૂ.72,500 તથા ફોરવ્હીલ ગાડી નંગ 3 કિ.રૂ.5,00,000 તથા મોટરસાયકલ નંગ 4 કિ.રૂ.1,20,000 એમ કુલ મળીને કિ.રૂ.8,76,820 ના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓને ઝડપી પાડી મજકૂર આરોપીઓ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.