લાલપુર તાલુકાના મેઘપરમાં એક વાડીમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: દારૂ સંતાડનાર બે શખ્સો ફરાર - At This Time

લાલપુર તાલુકાના મેઘપરમાં એક વાડીમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: દારૂ સંતાડનાર બે શખ્સો ફરાર


જામનગર તા,16 જુન 2022,ગુરૂવારલાલપુર તાલુકાના મેઘપર ગામમાં એક વાડીમાં સંતાડવા માં આવેલો ૧૧૭ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે, જ્યારે દારૂ સંતાનમાં બે શખ્સોને ફરાર જાહેર કરાયા છે.લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા મયુરસિંહ હેમતસિંહ પિંગળ તેમજ ગીરીરાજસિંહ ભરતસિંહ પિંગળ નામના બે શખ્સો દ્વારા બહારથી ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો આયાત કરીને એક વાડીની ઓરડીમાં સંતાડી ને રાખેલો છે, તેવી બાતમી પોલીસને મળી હતી. જેથી મેઘપર પોલીસે ઉપરોક્ત વાડીમાં જઈને દરોડો પાડયો હતો.જે દરોડા દરમિયાન ૧૧૭ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂ ૫૮,૫૦૦ ની કિંમતનો દારૂ કબજે કરી લીધો છે, જયારે આરોપી મયુરસિંહ અને ગિરિરાજસિંહ ભાગી છૂટયા હોવાથી બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.આ દરોડા સમયે બિલાલ ઇસ્માઇલ ફકીર નામનો શખ્સ ભાગી છૂટયો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.