મોડાસા કોમર્સે કૉલેજનો પ્રવેશોત્સવ ઉજવાયો - At This Time

મોડાસા કોમર્સે કૉલેજનો પ્રવેશોત્સવ ઉજવાયો


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રી એચ. એસ. શાહ કૉલેજ ઓફ કોમર્સ માં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને કૉલેજ અને યુનિવર્સિટીની વિવિધ પ્રવૃતિઓ, પ્રક્રિયાઓ અને પધ્ધતિઓથી માહિતગાર કરવા માટે પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા તથા ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ.એમ.કે.પટેલ તથા અધ્યાપકોએ કોલેજની વિવિઘ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સુવિધાઓ અને પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.