રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ RSPL - રોટરી સંજીવની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ... - At This Time

રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ RSPL – રોટરી સંજીવની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ …


Pressnote

રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ RSPL - રોટરી સંજીવની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ...

*યુવાધન મા નો-ડ્રકસ, નો-વ્યસન, સ્ટ્રેસ નિવારણ કેન્દ્ર, બ્લડ ડોનેશન* વગેરે જેવી બાબતો મા જાગૃતતા ફેલાવા હેતુ તથા *રોટરી સંજીવની* ની માહિતી લોકો સુધી પહોંચે તે હેતુ રોટરી સંજીવની ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યુ હતું.

લાઈવ ક્રિકેટ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ મા 4 દિવસ ની આ સમાજ લક્ષી સંદેશ સાથેની ટુર્નામેન્ટ નિહાળવા મોટી સંખ્યા મા લોકો આવ્યા હતા.

આપણી આ ટુર્નામેન્ટમાં હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડનાર એવા ગુજરાત રાજ્યના *શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા*, *DG નીહિર દવે*, *ફર્સ્ટ લેડી વૈશાલીબેન*, *DG ઈલેક્ટ તુષારભાઈ શાહ*, *મનહરભાઈ સાસપરા(યુરો ફૂડ)*, *SGCCI પ્રેસિડેન્ટ રમેશભાઈ વઘાસીયા*, તથા રોટરીના દરેક પાસ્ટ પ્રેસિડેન્ટ, રોટરી ફેમિલી મેમ્બર તથા યુવાધન મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.

આવેલ મહેમાન દ્વારા ટુર્નામેન્ટ ની મુલાકાત દરમિયાન યુવાધન ને આપવામાં આવેલ સંદેશ હેતુ ભારે જહેમત ઉપાડવા બદલ રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ ના પ્રેસીડન્ટ વિજયભાઈ માંગુકિયા તથા તેમની ટીમ ની પ્રસંશા કરવામાં આવી હતી.

RSPL ક્રિકેટ ટુર્નામેન્ટ નુ સંપૂર્ણ આયોજન રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રેસીડન્ટ રો વિજય માંગુકિયા, સેક્રેટરી રો કલ્પેશ બલર ના માર્ગદર્શન હેઠળ તથા રોટરી ટીમ ના સાથ સહકાર સાથે પ્રોજેક્ટ ચેરમેન રો વિશાલ સોજીત્રા તેમજ રો વિશાલ કાથરોટીયા દ્વારા કરવામાં આવ્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.