શ્રી પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક શ્રી પરેશકુમાર હિરાણી દ્વારા તાલુકા કક્ષા રમતોત્સવ – ૨૦૨૩ માં ભાગ લેનાર તમામ ૩૬૦ બાળકોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા - At This Time

શ્રી પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક શ્રી પરેશકુમાર હિરાણી દ્વારા તાલુકા કક્ષા રમતોત્સવ – ૨૦૨૩ માં ભાગ લેનાર તમામ ૩૬૦ બાળકોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા


શ્રી પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક શ્રી પરેશકુમાર હિરાણી દ્વારા તાલુકા કક્ષા રમતોત્સવ - ૨૦૨૩ માં ભાગ લેનાર તમામ ૩૬૦ બાળકોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા

આજ રોજ ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ પ્રેરિત - ગારિયાધાર તાલુકા કક્ષા ના રમતોત્સવ -૨૦૨૩ નું સુરનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગારિયાધાર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓ નાં ૩૬૦ બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો

બાળકો નો સર્વાંગી વિકાસ થાય અને બાળકો દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તેવા ઉમદા ભાવ સાથે " ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત " શ્રી પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક શ્રીપરેશકુમાર હિરાણી દ્વારા રમતોત્સવ - ૨૦૨૩ માં ભાગ લેનાર તમામ ૩૬૦ બાળકોને સ્વખર્ચે સન્માનપત્ર આપી સન્માનિત કરી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું

પરેશકુમાર હિરાણી દ્વારા બાળકો ને સન્માનિત કરાતા બાળકો માં આનંદની લાગણી જોવા મળી હતી.
પરેશકુમાર હિરાણી ની સરાહનીય કામગીરી બદલ ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી તથા ઉપસ્થિત મહેમાનો તથા તાલુકા શિક્ષણાધિકારી સાહેબ શ્રી ,ગારિયાધાર તાલુકાના બી.આર.સી.કો.ઓ. શ્રી, તથા સમગ્ર ગારિયાધાર તાલુકા શિક્ષણ અને શિક્ષક પરિવાર દ્વારા પરેશકુમાર હિરાણી ને અભિનંદન પાઠવવામાં આવ્યા.

રીપોર્ટ:-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.