EDએ મુખ્તાર અંસારીના 11 જેટલા સ્થળોએ પાડ્યા દરોડા - At This Time

EDએ મુખ્તાર અંસારીના 11 જેટલા સ્થળોએ પાડ્યા દરોડા


- EDએ મુખ્તાર અંસારીના નજીકના વિક્રમ અગ્રહરી, ગણેશ મિશ્રાના સ્થળો પર દરોડા પાડ્યા છેગાઝીપુર, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવારઉત્તર પ્રદેશમાં EDએ આજે માફિયા મુખ્તાર અંસારી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્તાર અંસારીના ગાઝીપુર સ્થિત મુહમ્દાબાદના ઘર પર દરોડા પાડ્યા છે. આટલું જ નહીં મુખ્તાર અંસારીના પૈતૃક આવાસની સાથે તેમના ઘણા નજીકના મિત્રોના ઘરે પણ EDએ દરોડા પાડ્યા છે.જણાવવામાં આવી રહ્યું છે કે, EDની ટીમ આજે સવારે મુહમ્દાબાદ સ્થિત મુખ્તાર અંસારીના પૈતૃક ઘરે પહોંચી હતી અને દરોડા પાડવાની શરૂઆત કરી હતી. એટલું જ નહીં માફિયા મુખ્તાર અંસારીના નજીકના વિક્રમ અગ્રહરી, ગણેશ મિશ્રાના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સાથે EDની ટીમે ખાન બસ સર્વિસના માલિકના પરિસરમાં પણ દરોડા પાડ્યા છે. EDની આ કાર્યવાહીથી ગાઝીપુરમાં ખળભળાટ મચી ગયો છે.સૂત્રોનું માનીએ તો, દિલ્હી અને યુપી સહિત મુખ્તાર અંસારી અને તેમના નજીકના સહયોગીઓ સાથે જોડાયેલા 11 સ્થળો પર EDના દરોડા ચાલી રહ્યા છે. મુખ્તાર અંસારીના પરિવારના સભ્યો, સીએ અને નજીકના સહયોગીઓ પર પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી દિલ્હી, લખનૌ અને ગાઝીપુર સહિત અનેક જગ્યાએ ચાલી રહી છે.તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારી અને તેમની ગેંગના સભ્યો દ્વારા સંચાલિત જમીન પચાવી પાડવા અને ગેરકાયદેસર ધંધા સાથે સંબંધિત બહુવિધ કેસોના આધારે 1 જુલાઈ 2021ના ​​રોજ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) એટલે કે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં મુખ્તાર અંસારી બાંદા જેલમાં બંધ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.