44 ડિગ્રીથી 72 બેભાન; બે જ દિવસમાં પારો 4 ડિગ્રી સેલ્સિયસ વધી જતા શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ગયા - At This Time

44 ડિગ્રીથી 72 બેભાન; બે જ દિવસમાં પારો 4 ડિગ્રી સેલ્સિયસ વધી જતા શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ગયા


બે જ દિવસમાં પારો 3 ડિગ્રી કુદાવી જતા અસહ્ય ગરમી અનુભવાઈ, શુક્રવાર પછી રાહતની આશા
રાજકોટ શહેરમાં બુધવારે મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું. બપોરે 2 વાગ્યે 43.3 ડિગ્રી નોંધાયું હતું અને ત્યારબાદ ક્રમશ: વધારો થયો હતો. માત્ર બે જ દિવસમાં પારો 40થી 44 પર જતા શહેરવાસીઓ ત્રાહિમામ્ પોકારી ગયા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હીટવેવની આગાહી અપાઈ હતી અને બુધવાર સુધીમાં 42ને પાર પારો જશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. જોકે મંગળવારે જ પારો 41.5 થયો હતો પણ બીજા જ દિવસે 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકોને અકળામણ થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.