હરિદ્વાર મા સુપ્રસિદ્ધ કથાકાર વિનોદગીરીબાપુ અમરેલી રાવણાવાળાની કથા ની આજે પુર્ણાહુતી “ગુરૂ નો નંગ જરૂર બનાવો પણ કોઈ નંગ ને ગુરૂ ન બનાવો”
હરિદ્વાર મા સુપ્રસિદ્ધ કથાકાર વિનોદગીરીબાપુ અમરેલી રાવણાવાળાની કથા ની આજે પુર્ણાહુતી "ગુરૂ નો નંગ જરૂર બનાવો પણ કોઈ નંગ ને ગુરૂ ન બનાવો"
હરિદ્વાર મા સુપ્રસિદ્ધ કથાકાર વિનોદગીરીબાપુ અમરેલી રાવણાવાળાની કથા ની આજે પુર્ણાહુતી લાલજી મહારાજ સેવક વૃદ અને અમરેલી સેવા સ્મરણ આશ્રમ આયોજિત સુપ્રસિદ્ધ કથાકાર મહંત વિનોદગીરીબાપુ ગોસ્વામી (રાવણા વાળા) ના વ્યાસાસને હરિદ્વાર મુકામે ભારત માતા મંદિર પાસે સુપ્રસિદ્ધ લાલદેવી માતા વૈષ્ણોદેવી મંદિર ના આશ્રમ ના હોલમા ૨૦૦ જેટલા સૌરાષ્ટ્ર ના ભાવનગર. અમરેલી. અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોના ભાવિક ભકતોની ઉપસ્થિત મા સંગીત સાથે ભાગવતકથાનુ નો ભવ્ય પ્રારંભ તા.૧૯/૦૪/૨૫ થી થયો તા.૨૫/૦૪/૨૫ સુધી ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે કથાના મુખ્ય યજમાન ભરતભાઈ જળુ(દરબાર અમરેલી) છે તા.૧૯ થી કથાના પહેલા દિવસે પોથીયાત્ર બાદ ૩-૩૦ વાગે કથાનો શુભારંભ કરાયેલ જેમા મંગલાચરણ તેમજ કથાનો મહાત્મ્ય વકતા સંજય દાદા રાવલ (અમરેલી)એ કરાવેલ સાજીદા રમેશગીરી અને હરેશબાપુ દુધરેજીયા બાકીના દિવસોમા કથા ના વકતા પૂ. વિનોદગીરીબાપુ છે બીજા દિવસની કથામા વેદ વ્યાસ અને ગુરૂનો મહિમા જણાવતા કહયુ કે ગુરૂનો નંગ જરુંર બનાવો પણ કોઈ નંગ ને ગુરૂ નો બનાવતા અને મીરાબાઈ નો પ્રસંગ કહેતા જણાવ્યું કે નુગરા નો સંગ ના કરવો પાથરણુ નો મળે તો પણ હંસની સાથે બેસવુ અને સોનાનુ સિહાસન મળે તો પણ બગલા ભેગુ ના બેસવુ જ્ઞાન અને ધન પાત્ર વગર શોભે નહી. ભસ્મ રૂદ્રાક્ષ ની મહતા સમજાવેલ. નારદ વ્યાસ શુકદેવજી અને મહાભારત ના પ્રસંગો અને સતસંગ નો મહિમા જણાવેલ આ ભાગવત કથાને સફળ બનાવવા શિવમગીરી તેમજ સેવક સમુદાય ભારે જહેમત ઉઠાવેલ. જેમા ૨૦૦ જેટલા ભાઇઓ બહેનો માતાઓ તેમજ સુરતથી મહંત મહેશગીરી ગોસ્વામી લાઠી વાળા સાત દિવસ ઉપસ્થિત રહીને કથા શ્રવણ નો ધર્મ લાભ મેળવ્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
