રાજકોટમાં વધુ બે કારીગર સોની વેપારીનું રૂ.23.40 લાખનું સોનુ લઈ ફરાર - At This Time

રાજકોટમાં વધુ બે કારીગર સોની વેપારીનું રૂ.23.40 લાખનું સોનુ લઈ ફરાર


રાજકોટ,તા.26 : રાજકોટમાં બંગાળી કારીગર સોની વેપારીનું સોનું લઈ નાસી જવાના બનાવ અવાર નવાર પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.ત્યાં વધુ એક બનાવ ગઈકાલે રાત્રીના પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યો છે. સોનીબજારમાં બાલાજી કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા સોની વેપારીને ત્યાં ચાર દિવસ પહેલા જ સોની કામની મજૂરી કામે રહેલા બંને કારીગર દવાખાને જવાના બહાને તેજોરીમાં રાખેલું રૂ.23.40 લાખનું 450 ગ્રામ સોનુ લઈ ભાગી જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,જામનગર રોડ હુડકો કવાટર્સ નંબર 83માં રહેતા ભાવેશભાઈ બાબુભાઈ ગોંડલીયા(ઉ.વ.43)એ ફરિયાદમાં પશ્ચિમ બંગાળના જિલ્લા હુગલીના કુલી પુકુરમાં રહેતા રહેતા સોઈલ રસીતભાઈ(રહે.રામનાથપરા,શેરી.6 સોઈલના મકાનમાં) અને રાજા ઉર્ફે અમન શેખ(રહે.રામનાથ પરા શેરી.6)નું નામ આપતા કલમ 381,114 હેઠળ કાર્યવાહી કરી પીઆઇ સી.જી.જોશી સહિતના સ્ટાફે કાર્યવાહી કરી છે.
ભાવેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું સોની બજારની સાંકડી શેરીમાં બાલાજી કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ચામુંડા ઓર્નામેન્ટ નામે દુકાન ચલાવી સોની કામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવું છું.
થોડા દિવસ પહેલા મારા મિત્ર મારે ત્યાં બે બંગાળી યુવાનોને લઈ આવ્યા હતા જેઓ સોની કામની મજૂરી કામ કરે છે.જેઓ બંને મારે ત્યાં મજૂરી કામ કરવા માંગતા હોય જેથી તે બન્નેને કામ કરવા અંગે ચાર દિવસથી મારે ત્યાં સોની કામ કરવા રાખ્યા હતા. ત્યારબાદ તા.23/07ના રોજ મારે આંગળી પ્રેસમાં આવી ગઈ હોય જેથી મારે ડ્રેસિંગ કરાવવું હોય માટે હું મારા પુત્ર રવિને મારી દુકાને બેસાડી નજીકમાં આવેલા દવાખાને ગયો હતો.તેમજ બે વેપારીનું 450 ગ્રામ સોનુ તેજોરીમાં રાખ્યું હતું.હું દવાખાને હતો ત્યારે આરોપી રાજાએ કોલ કરી જણાવ્યું હતું કે મને માથું દુ:ખે છે મારે દવાખાને જવું છે
માટે મેં કહ્યું થોડીવાર ત્યાં રહે મારા પુત્ર રવિને કહું છું કે દવા આપી દેશે.થોડીવાર બાદ સોઈલનો કોલ આવ્યો હતો કે મારે દવાખાને જવું છે બાદમાં મારો પુત્ર રવિ અમારા કારીગર રાજાને દવાખાને લઈ ગયા બાદ પરત પેશાબ જવાનું બહાનું કાઢી ત્યાંથી નાસી ગયો હતો.બાદમાં દુકાને પહોંચતા સોઈલ પણ ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં દુકાને જઇ તપાસ કરતા અમારી તેજોરીમાં રાખેલું બંન્ને કારીગરનું 450 ગ્રામ સોનુ રૂ.23.40 લાખનું લઈ નાસી ગયા હોવાનું જાણવા મળતા હું અને મારો પુત્ર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરતા પીઆઇ સી.જી.જોશી સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.