બાલાસિનોરમાં ચાઈનીઝ દોરી-તુક્કલનું ધૂમ વેચાણ - At This Time

બાલાસિનોરમાં ચાઈનીઝ દોરી-તુક્કલનું ધૂમ વેચાણ


મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બાલાસિનોરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનો તંત્રની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે.

નગરમાં પક્ષીપ્રેમીઓમાં ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલ લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે. નગરમાં
પતંગોનો જુના અને હોલસેલ વેપારીઓની દુકાન ઉતરાયણના ગણતરીના દિવસોમાં ધમધમી ઊઠે છે. નગરમાં દરજીવાળા, રાજપુરીદરવાજા,સલીયાવાળી દરવાજા, બસ સ્ટેશન વિસ્તારમાં વેપારીઓ મોટા પાયે ગેરકાયદેસર ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ તુક્કલનો ખુલ્લેઆમ તંત્રના સૂચક મૌન હેઠળ બેરોકટોક વેપાર કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.