પોરબંદર જિલ્લાનાં બગવદર ગામે દારૂડિયાઓ બેફામ - At This Time

પોરબંદર જિલ્લાનાં બગવદર ગામે દારૂડિયાઓ બેફામ


બગવદર ગામે દારૂડિયાઓનો છેલ્લા ચાર મહિનાથી અન હદ ત્રાસ પત્રકારો પણ સલામત નથી બગવદરમાં 10 થી 12 જગ્યાએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને એક બુટલેગર ના નામના આપવાની શરતે જણાવેલ કે તે બગવદર પોલીસને દર મહિને 15,000 નો હપ્તો આપે છે તો બગવદરમાં ૧૦ થી ૧૨ જગ્યા એ દારૂનું વેચાણ થાય છે તો બગવદર પોલીસના હપ્તામાં કેટલી રકમ મળે છે તે તપાસ કરવી જરૂરી છે ઉપરાંત ધોળા દિવસે દારૂડિયાઓ બગવદર ની બજારોમાં દંગલમચાવે છે અને રાત્રીના 9:00 થી 12:00 વાગ્યા સુધી બગવદર ની બજારોમાં 70 થી 80 ની સ્પીડે ધૂમ બાઇકો ચલાવી દારૂની સપ્લાયો ચાલુ થાય છે જેથી રાત્રિના સમયે મહિલાઓ છેલ્લા ચાર મહિનાથી વોકિંગ કરવા નીકળી શકતા નથી જેથી મહિલાઓ પણ અસલામતી ભોગવી રહેલ છે તો બગવદરમાં જ પોલીસ સ્ટેશન છે અને 48 નો સ્ટાફ છે છતાં અસલામતી હોય તો બરડા વિસ્તારના અન્ય ગામોમાં તો કેવી સલામતી હોય તે પણ વિચારવા જેવું છે બગવદર ની પોલીસ હપ્તાની આવકમાં ગ્રામ્યવાસીઓ સુરક્ષિત કેવી રીતે રહી શકે આ બાબત પોરબંદર જિલ્લા ના પોલીસ અધિકારીઓ કડક કાર્યવાહી કરે અને બગવદર પોલીસ સ્ટેશનમાં ઈમાનદાર અને કડક પીએસઆઇ ની નિમણૂક કરવામાં આવે તેવી આ વિસ્તારની માંગ છે થોડા સમય પહેલા બગવદર ના પત્રકાર બગવદર ગામના મોઢવાડા રોડ ઉપર આવેલ દેવીપુજક વાસમાં દારૂ કેટલી જગ્યાએ વેચાય છે તે બાબત જાણકારી મેળવવા ગયેલ ત્યારે બીજે દિવસે ત્યાં રહેતા બુટલેગર રામદે હરી દેવીપુજક એ બગવદર ના પત્રકાર ધીરુભાઈ નિમાવત ને બસ સ્ટેન્ડ ચોકમાં ખુલ્લી ધમકી આપેલ કે તમારાથી થાય તે કરી લેજો ત્યારબાદ ગઈકાલે દારૂડિયાએ જાહેરમાં પત્રકારને ધમકી આપી મોટરસાયકલની ચાવી આચકી લીધેલ અને ઝપાઝપી કરી ધીરુભાઈ નો કીમતી મોબાઈલ ઝૂંટવી રોડ ઉપર ફેંકી દેતા 10,000 નું નુકસાન કરેલ જે બાબત બગવદર પોલીસમાં ફરિયાદ કરવામાં આવેલ છે જો બગવદર પોલીસ સ્ટેશન હોવા છતાં 10 થી 12 જગ્યાએ દેશી દારૂ વેચાતો હોય તો અન્ય ગામોમાં શું પરિસ્થિતિ હોય તે પણ વિચારવા જેવું છે ઉપરાંત બગવદર પોલીસ ક્યારેક દેશી દારૂના છૂટક કેસ કરે છે અને દારૂડિયાઓની અટકાયત કરે છે તે ખાલી દેખાડા પૂરતું સિમિત હોય તેવું જણાય છે અત્રે ઉલ્લેખનીય છે કે બગવદર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ઇન્ચાર્જ પી.એસ.આઇ તરીકે આવેલ હરદેવસિંહ ગોહિલ જેઓ એ ૨૨ મહિના બગવદર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીએસઆઇ તરીકે ફરજ બજાવેલ તેઓ પોરબંદર એસ ઓ જી માં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા અને એસ ઓ જી ની સાથે બગવદર ઇન્ચાર્જ પીએસઆઇ તરીકે પણ 22 મહિના ચાર્જ સંભાળ્યો હતો તે હરદેવસિંહ ગોહિલના ચાર્જ દરમિયાન દારૂડિયાઓ અને દારૂ વેચનાર બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયેલ તો આવા ઈમાનદાર અને કડક પીએસઆઇ ની બગવદર પોલીસ સ્ટેશનમાં ખાસ જરૂર છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.