ઘરફોડ ચોરીના આરોપી ને ગણતરીની કલાકોમાજ મુદામાલ સાથે જડપી પાડતી બાબરા પોલીસ - At This Time

ઘરફોડ ચોરીના આરોપી ને ગણતરીની કલાકોમાજ મુદામાલ સાથે જડપી પાડતી બાબરા પોલીસ


ઘરફોડ ચોરીના આરોપી ને ગણતરીની કલાકોમાજ મુદામાલ સાથે જડપી પાડતી બાબરા પોલીસ

બાબરા પોલીસ સ્ટેશનના રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલ ભંગારના ડેલામાં રાત્રીના થયેલ ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાને ગણતરીની કલાકોમા ડિટેકટ કરી ચોરીમા ગયેલ રોકડા રૂપીયા ૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા મિલકત સંબંધીત અનડિટેકટ ગુન્હાઓને ત્વરીતપણે પગલા લઇ ડિટેકટ કરી આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સા અમરેલી વિભાગ, અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી સી.એસ.કુગસીયા સાહેબની રાહબરી હેઠળ આજરોજ બાબરા પોલીસ સ્ટેશનની ની ટીમ દ્વારા બાબરા પો.સ્ટે પાર્ટ A ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮ ૨૪૦૦૫૬/૨૦૨૪ IPC કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુન્હામા સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ બાતમીના આધારે ઘરફોડ ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા ૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ચોર ઇસમને પકડી પાડી અનડિટેકટ ગુન્હાને ડિટેકટ કરી ગણતરીની કલાકોમાં બાબરા પોલીસ ટીમ દ્વારા સંપુર્ણ મુદામાલ સાથે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત :-

(૧) કહીમભાઇ સાહીદભાઇ પઠાણ ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે.બાબરા બસ સ્ટેન્ડની પાછળ તા.બાબરા જી.અમરેલી

ગુન્હાના કામે રિકવર કરેલ મુદામાલની વિગત :-

(૧) રોકડ રૂપીયા ૧,૫૦,૦૦૦/-

(૨)એક સુઝુકી કંપનીની એકસેસ જેના રજી નં.GJ-03-DA-1784 જેની કિ.રૂ.૨૫,000/-

ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી સી.એસ.કુગસીયા તથા પો.સબ.ઇન્સ એ.એમ.રાધનપરા તથા એ.એસ.આઇ. જયદેવભાઈ આર હેરમાં તથા હેડ કોન્સ. રાજેમમભાઈ જી.રાઠોડ તથા ડી.કે.પરમાર તથા આર.બી.વાઘેલા પો.કોન્સ.મહાવીરસીંહ બી સીધવ તથા પો.કોન્સ.ગોકુળભાઇ એમ રાતડીયા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટ : દીપક કનૈયા બાબરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.