મેંદરડા અને કેશોદ સીમ વિસ્તારમાં દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતા ચોરને પકડી પાડતી મેંદરડા પોલીસ - At This Time

મેંદરડા અને કેશોદ સીમ વિસ્તારમાં દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતા ચોરને પકડી પાડતી મેંદરડા પોલીસ


મેંદરડા અને કેશોદ સીમ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
દિવસે રેકી કરી રાત્રે છકડો રીક્ષામાં સામાન ભરી પલાયન થઈ જતા મેંદરડા પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા ૧,૩૭૦૦૦ ના મુદ્દામાલ કબજે કર્યા
આ અંગે મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ એસ.એન સોનારા દ્વારા વિગત આપવામાં આવેલ હતી કે જૂનગઢ જિલ્લાના મેંદરડા થી કેશોદ ગામ સુધીના સીમ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો માંથી અનાજ ફળ ખાટલા વજન કાંટા ભંગારની ચીજ વસ્તુઓ ચોરી કરતા બે તસ્કરોને મુદા માલ સાથે કબ્જે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ કરવામાં આવેલ હતી
મેંદરડા પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના અને કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો ચોરીના બનાવો નોંધાયો હતો જેના પરિણામે મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ એસ.એન સોનારા અને સ્ટાફ દ્વારા ચોરને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે ખેતરો ટાર્ગેટ કરતા હતા શરૂઆતમાં કેરીના આંબામાંથી કેરી ચોરી કરી હતી આરોપી દ્વારા સવારના સમયે વિસ્તારમાં રેકી કરી અને રાત્રિના સમયે ખેતરને ટાર્ગેટ બનાવી પોતાની સાથે રહેલ છકડો રીક્ષામાં જ માલ સામાન ભરીને ચોરી કરી પલાયન થઈ જતા હતા જેમાં મુખ્યત્વે ખાટલા વજન કાટો ઘઉં તેલીબીયા અનાજની બોરી કઠોળ સગડી ભંગારની ચીજ વસ્તુઓ ચોરી કરતા હતા
આરોપી દ્વારા અત્યાર સુધીમાં આશરે ૫૦થી વધુ ચોરી ને અંજામ આપેલ હોવાનું સામે આવ્યું છે ચોરના તરખાટ ના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોમાં ભારે રોસ જોવા મળ્યો હતો જેના પરિણામે મેંદરડા ના મહીલા પી.એસ.આઇ એસ.એન. સોનારા સહિત સ્ટાફ દ્વારા સધન તપાસ હાથ ધરી અને સફળતા મળેલ જેમાં આરોપી ફિરોઝ ઉર્ફે નીંઢું ઈસ્માઈલ સાંધ અને અબ્દુલ ઉર્ફે અબુ જુમા સાંધને શોધી કાઢવામાં આવેલ હતા
બંને આરોપીની પોલીસે યુક્તિ પ્રયુક્તિ મારફતે પૂછપરછ કરતા જણાવેલ હતું કે અત્યાર સુધીમાં ૫૦ કરતાં પણ વધુ ચોરી કરેલ છે અને પોતાના પિતા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય પોતાને બીજું કાંઈ ન કરવું હોય જેથી પરિવારનું જીવન ગુજરાન ચલાવવા માટે ચોરી કરવાનો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે બંને આરોપી પાસેથી ફ્રીજ વજન કાંટો સિલાઈ મશીન અનાજની બોરીઓ સહિતની વિવિધ ચીજ વસ્તુઓ સાથે કિંમત ₹૧,૩૭,૨૦૦ નો મુદામાલ કબજે કરી ધોરણ સર ની આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.