જયશ્રી મેલડી માં" તથા "શ્રી બાવળવાળા મેલડી માતાજીની જય"ના ગગનચુંબી ઉચ્ચારણ સાથે સુરેન્દ્રનગર થાનગઢના ફૂલવાડી વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરે ધર્મોત્સવની ધામધૂમથી ઉજવણી: કલાકારો કાળુભાઇ રાવળ (ઘારવાળા) અને મોતીભાઈ ભરવાડ દ્વારા પ્રસ્તુત થયેલી ડાકની રમઝટ આકર્ષણનું કેન્દ્ર* - At This Time

જયશ્રી મેલડી માં” તથા “શ્રી બાવળવાળા મેલડી માતાજીની જય”ના ગગનચુંબી ઉચ્ચારણ સાથે સુરેન્દ્રનગર થાનગઢના ફૂલવાડી વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરે ધર્મોત્સવની ધામધૂમથી ઉજવણી: કલાકારો કાળુભાઇ રાવળ (ઘારવાળા) અને મોતીભાઈ ભરવાડ દ્વારા પ્રસ્તુત થયેલી ડાકની રમઝટ આકર્ષણનું કેન્દ્ર*


સુરેન્દ્રનગરના થાનગઢ સ્થિત ફુલવાડી મુકામે શ્રી બાવળવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે ચૈત્ર સુદ-૧૪ ને સોમવાર, તા. ૨૨-૦૪-૨૦૨૪ના શુભ દિવસે શ્રી સમસ્ત મકવાણા પરિવારના સૌજન્યથી મહાપ્રસાદના વિતરણનો ધાર્મિક કાર્યક્રમ આયોજિત થયો હતો. આ વર્ષે તેમાં એક સુંદર મજાનું પીછું ઉમેરાયું હતું. સોમવારે સાંજે ચાર થી સાત દરમિયાન અસંખ્ય ધર્મપ્રેમી ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. વધારાનું આકર્ષક પીછું એ હતું કે ડાકની રમઝટ સોમવારે રાત્રે નવ કલાકે આયોજિત થઈ હતી, જેમાં કલાકારો કાળુભાઇ રાવળ (ઘારવાળા) અને મોતીભાઈ ભરવાડે દુહા છંદની રમઝટ બોલાવી ઉપસ્થિત ધર્મપ્રેમી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ શુભ પ્રસંગે વાસુકી ગરબી મંડળ અને પ્રજાપતિ મંડળ દ્વારા માતાજીની મૂર્તિ પણ મૂકવામાં આવી હતી જેનો પણ અસંખ્ય ભક્તોએ દર્શન સહિત ભક્તિરસનો આનંદ માણ્યો હતો. આ ધાર્મિક પ્રસંગમાં સર્વશ્રી ખોડાભાઈ મકવાણા, કાનાભાઈ મકવાણા, ગુણવંતભાઈ મકવાણા, જગદીશભાઈ શીવાભાઈ મકવાણા ભગવાનભાઈ મકવાણા, નરોતમભાઈ મકવાણા વગેરે શ્રી સમસ્ત મકવાણા પરિવારના યુવાનોએ સતત પંદર થી વીસ દિવસ સુધી સારી જહેમત ઉઠાવી હતી. મંદિર સાથે માતાજીનો શણગાર નયન આકર્ષક બન્યો હતો. આવો સુંદર મજાનો ધાર્મિક કાર્યક્રમ દર વર્ષે આયોજિત થાય એવી થાનગઢના યુવાનો અને ભુવાશ્રીઓની ઈચ્છા વ્યક્ત થઈ હોવાનું જાણવા મળે છે.

રિપોર્ટ જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.