સુરેન્દ્રનગર ભાજપ દ્વારા લીંબડી ચુડા સાયલા નું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું આપ આપ પાર્ટી ના 20 સભ્યો ભાજપ માં જોડાયા. - At This Time

સુરેન્દ્રનગર ભાજપ દ્વારા લીંબડી ચુડા સાયલા નું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું આપ આપ પાર્ટી ના 20 સભ્યો ભાજપ માં જોડાયા.


હાલમાં આપણા દેશના યશશ્વી વડાપ્રધાન દ્વારા આપણા માટે કાયમ વિકાસ ના કર્યો કરી રહ્યા છે. જે નરેન્દ્રભાઈ પોતાના દરેક નાના માં નાના કાર્યકર્તા ની મહેનત માને છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ નીચે દર વર્ષ જીલ્લા માં કાર્યકર્તા સ્નેહ મિલન યોજાય છે. જ્યારે આ વખતે નૂતન વર્ષ 2080 માં દરેક વિધાનસભામાં કાર્યકર્તા નું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું.
ત્યારે 61 વિધાનસભા લીંબડી - સાયલા - ચુડા નો સ્નેહમિલન કાર્યક્રમ ચુડા ખાતે યોજવામાં આવ્યો. સુરેન્દ્રનગર જીલ્લા ના તમામ મંડલ ને નૂતન વર્ષ સ્નેહ મિલન માં ઉપસ્થિત રહ્યા હતા.
સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાનોનું ધામધૂમ થી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ દીપ જલાવી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. કિરીટસિંહ રાણા, મહેન્દ્રભાઈ મૂંજપરા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જગદીશભાઈ મકવાણા, પ્રકાશભાઈ સોની, તથા અન્ય ઉપસ્થિત મહેમાનોને ફુલહાર સાથે સાફો બાંધી ને તલવાર અર્પણ કરવામાં આવી હતી. કિરીટસિંહ રાણા દ્વારા જણાવ્યું કે આ જીત પોતાની નહિ પણ સૌ કાર્યકર્તા ની મહેનત છે. આવનાર સમય માં પણ સૌ કાર્યકર્તા થકી આવતા સમયમાં પણ સતત મહેનત કરતા રહે છે. એવી શુભેચ્છા પાઠવી હતી.
આપ પાર્ટી ના 15 થી 20 જેટલાં સભ્યો ભાજપ માં જોડાયા હતા, કિરીટસિંહ રાણા દ્વારા આપ ના કાર્યકર્તાઓને સન્માન ભેર ભાજપ માં સ્વાગત કર્યું હતું.
સ્નેહમિલન કાર્યક્રમ માં મુખ્ય મહેમાન માં લીંબડી મોટા મંદિર ના મહંત લાલદાસબાપુ સુરેન્દ્રનગર સાંસદ મહેન્દ્રભાઈ મૂંજપરા, નાયબ દંડક, જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, લીંબડી વિધાનસભા ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ સોની, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, નાથાભાઈ સંઘાણી સુરસાગર ડેરી ચેરમેન બબાબાઈ ભરવાડ, રાજભા ઝાલા, નરેન્દ્રભાઈ મુંજપરા, ભાવેશભાઈ મકવાણા, જયેશભાઇ પટેલ, જશુભા સોલંકી, તનકસિંહ રાણા, શંકરભાઈ દલવાડી,લીંબડી -ચુડા - સાયલા તાલુકાના પ્રમુખ તાલુકા ભાજપ મંડલ પ્રમુખ, મહામંત્રી, યુવા મોરચો. તથા અન્ય હોદ્દેદારો સહીત ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.