કેકેવી હોલ પાસે શિવ આર્કેડની ઓફિસમાં જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા - At This Time

કેકેવી હોલ પાસે શિવ આર્કેડની ઓફિસમાં જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા


કેકેવી હોલ પાસે શિવ આર્કેડની ઓફિસમાં જુગાર રમતાં છ શખ્સોને દબોચી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ.80 હજારની રોકડ કબ્જે કરી હતી. દરોડાની વિગત અનુસાર, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એલ.એલ.ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એન.ડી.ડામોર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ ચેતન ચાવડા અને કોન્સ્ટેબલ અશોકભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે કેકેવી હોલ પાછળ આવેલ
શિવ આર્કેડમાં ઑફિસ ધરાવતા ગંભીરસિંહ આહા ચુડાસમાની ઓફિસમાં દરોડો પાડી પતા ટીંચતા ગંભીરસિંહ આહા ચુડાસમા (ઉ.વ.66),(રહે. ન્યુ કોલેજવાડી શેરી નં.1), પુનરાજ દેવજી પિંગુલ (ઉ.વ.62),(રહે. સિલ્વર સાઈન સોસાયટી શેરી નં.10), વાલજી મૂળજી ચાવડા (ઉ.વ.60),(રહે. પંચશીલ સોસાયટી શેરી નં.3), અશ્વિન રામજી હડિયા (ઉ.વ.49),(રહે. અમી કો. ઓપ.સોસાયટી), શૈલેષ નારણ મણવર (ઉ.વ.46),(રહે. રાણીટાવર, ક્રિસ્ટલ મોલ પાસે) અને કિશોર વલ્લભ કથરોટિયા (ઉ.વ.64)(રહે. પ્રદ્યુમન ગ્રીન સોસાયટી,કાલાવડ રોડ) ને દબોચી રૂ.80 હજારની રોકડ કબ્જે કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.