મુળીના કુંતલપુર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર એલ સી બી પોલીસના દરોડા - At This Time

મુળીના કુંતલપુર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર એલ સી બી પોલીસના દરોડા


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દેશી દારૂ લીટર 360 કિ.રૂ.7,200 તથા આથો લીટર 7000 કિ.રૂ.14,000 સહિત અન્ય મળી રૂ.49,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

એલસીબી ટીમ તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ દ્વારા મૂડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રહે બાતમી આધારે ધનાભાઈ શંકરભાઈ ઉર્ફે હકાભાઇ કોળી તથા તેનો ભાઈ લાલાભાઇ શંકરભાઈ ઉર્ફે હકાભાઇ કોળી બંને કુંતલપુર મુળીવાળા પોતાના સાગરીતો સાથે મળી કુંતલપુર ગામની શિરવણ નામની સીમમાં આવેલ લાખાભાઈ રબારી ની વાડીના ઉગમણા શેઢા પાળા પછી પોતાના કબજામાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ હાલે પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા ટીમના પીઆઈ વી વી ત્રિવેદી, નિર્મળસિંહ, વનરાજસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા પૂરી તૈયારી સાથે છાપો મારતા આરોપીઓ હાલે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ લિટર 360 કિ.રૂ.7,200 તથા આથો લીટર 7000 કિ.રૂ.14,000 તથા બજાજ પ્લેટીના મોટરસાયકલ મળી કુલ રૂ.49,000 ના મુદ્દામાલ સાથે આરોપી એક વાળો હાજર નહીં મળતા તથા નંબર 2 અને નંબર ત્રણ વાળા રેડ દરમિયાન નાસી જતા તમામ મુદ્દામાલ કબ્જે કરી મુળી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.