સેવા સંગઠન જસદણ ટીમ ના માર્ગદર્શન દ્વારા પર્યાવરણના જતન માટે 600 વૃક્ષોનું રોપાણ - At This Time

સેવા સંગઠન જસદણ ટીમ ના માર્ગદર્શન દ્વારા પર્યાવરણના જતન માટે 600 વૃક્ષોનું રોપાણ


સેવા સંગઠન જસદણ ટીમ ના માર્ગદર્શન દ્વારા પર્યાવરણના જતન માટે 600 વૃક્ષોનું રોપાણ

આજ રોજ તારીખ 17/7/2022ના રોજ રવિવારે જસદણતાલુકાના કુંદણી ગામમાં કપાસકામ અંતરર્ગત સેવા સંસ્થા ના પ્રોજેક્ટ કોડિનેટર શ્રી રવિભાઈ દુધરેજીયા અને અરવિંદભાઈ ઘોડકીયા, વિજયભાઈ મકવાણા, હેતલબેન, ગીતાબેન ઘોડકીયા અને સેવા સંસ્થાનાઆગેવાનબહેનો દ્વારા 600 રોપા લાવ્યા હતા જેમાં લીમડો, કરંજ, વડ, પીપળો, બોરસલી, આંબલી, સીતાફળી, વગેરે વૃક્ષના રોપા લાવી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને સીડ બોલ બનાવવાનો નક્કી કરી અને સેવાના આગેવાન બહેનો બિયારણ લાવી અને માટી લાવી અને સિડબોલ તૈયાર કરી ફોરેસ્ટ વિસ્તારમાં આ સિડબોલ ને ફેકવામાં આવ્યા હતા,આમ અવીનવા વૃક્ષના બિયરણ નું વાવેતર કરી અને બંજર જમીન ઉપર વૃક્ષારોપણ કરવામાં અને પર્યાવરણ નું જતન કરવાનો નવતર પ્રોયોગ કર્યો હતો.

રીપોર્ટ : રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.