માંગરોળ તાલુકાના ઢેલાણા ગામમા માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી - At This Time

માંગરોળ તાલુકાના ઢેલાણા ગામમા માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી


તા22-૦૩-૨૦૨૪ ને શુક્રવારના દિવસે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની પ્રાથમિક શાળામાં"માતૃશક્તિ વંદના"કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.શાળામાં ત્રિવિધ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.માતૃશક્તિ વંદના જેમાં ગાયમાતાનું પૂજન,ધરતીમાતા પૂજન,નદી માતાનું પૂજન,સંસ્કૃતિ માતાનું પૂજન તુલસી માતાનું પૂજન તેમજ આપણને જન્મ આપનાર માતાનું બાળાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું
પરીક્ષા પૂર્વે માંગરોળના PSI દામોર સાહેબે બાળકોને મોટીવેશન સ્પીચ આપવામાં આવી.જૂનાગઢ જિલ્લા પ્રાકૃતિક વિકાસ બોર્ડના જિલ્લા સંયોજક રમેશભાઈ સાવલિયા દ્વારા પ્રાકૃતિક કૃષિ તેમજ માતૃવંદના કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી.
બાળકો પ્રકૃતિનું મહત્વ સમજે તે માટે મહાનુભવો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય નંદાણીયા સાહેબ,શિક્ષક શ્રી કાનજીભાઈ ડોડીયા,તેમજ શાળાના શિક્ષક ગણ દ્વાર ભારી જહેમત ઉઠાવવામાં આવી.
આ કાર્યક્રમમાં માંગરોળ જૂનાગઢથી રમેશભાઇ સાવલિયા,માંગરોળ તાલુકા psi દામોર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તેમજ માંગરોળ તાલુકા સંયોજક તેમજ આત્માના ફાર્મર માસ્ટર ટ્રેનર વિજયભાઈ પરમાર હાજર રહ્યા.મહાનુભાવોનું નાના ભૂલકાઓ દ્વારા ફૂલગુશ દ્વાર સન્માન કરવામાં આવ્યું.

બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો.તેમજ ધોરણ 8 ની બાળાઓ દ્વારા શાળાના અનુભવો તેમજ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપવામાં આવી.

ગામની સમૃધ્ધિનો માર્ગ પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.