શિશુવિહારના ઉપક્રમે પ્રી-નર્સિંગના વર્ગો શરૂ આરોગ્ય ક્ષેત્રે ઉજ્વળ કારકિર્દી સાથે વડીલોની સંભાળ ના શુભ આશય પ્રારંભ - At This Time

શિશુવિહારના ઉપક્રમે પ્રી-નર્સિંગના વર્ગો શરૂ આરોગ્ય ક્ષેત્રે ઉજ્વળ કારકિર્દી સાથે વડીલોની સંભાળ ના શુભ આશય પ્રારંભ


શિશુવિહારના ઉપક્રમે પ્રી-નર્સિંગના વર્ગો શરૂ આરોગ્ય ક્ષેત્રે ઉજ્વળ કારકિર્દી સાથે વડીલોની સંભાળ ના શુભ આશય પ્રારંભ

ભાવનગર ની જાણીતી સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે તા.૧૯ ડિસેમ્બરના રોજ પ્રી-નર્સિંગના વર્ગો શરૂ થયા છે... આરોગ્ય ક્ષેત્રે ઉજ્વળ કારકિર્દી સાથે વડીલોની સંભાળ લેતા રહેવાના શુભ આશય થી પ્રારંભાએલ કેરટેકર કોર્ષનું ઉદ્ઘાટન વાઘ બકરી ફાઉન્ડેશનના મેનેજર CSR ડૉ. લતાબહેન બ્રહ્મભટ્ટ તથા સદવિચાર પરિવારના કાર્યકર શ્રી મીનાક્ષીબહેન ભાવસાર ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું...
તા.૧૯ ડિસેમ્બર સોમવારે પધારેલ વાઘ બકરી ફાઉન્ડેશનના અધિકારીઓએ નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત નિદર્શન વીર સાવરકર શાળામાં આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર કાર્યક્રમમાં તથા અટલ બિહારી વાજપેયી શાળામાં બાળકોની આંખ તપાસ , હિમોગ્લોબીન તપાસ સાથે આરોગ્ય તપાસ કાર્યક્રમમાં ભાગ લઇ ભાવનગરના બાળકો માટેની સુવિધાઓ નું નિરીક્ષણ કર્યું હતું..
નાના થતા જતા કુટુંબોમાં આજે વૃદ્ધોની સંભાળ લેનાર પરિવારજનો ઘટી રહ્યા છે. ત્યારે શિશુવિહાર ભાવનગરના જાણીતા તબિયત ડોક્ટર પ્રકાશ ભટ્ટ અરવિંદભાઈ ત્રિવેદી તેમજ સહજાનંદ કોલેજ ઓફ નર્સિંગ ના અધ્યાપકો દ્વારા યોજાયેલ કેરટેકર અભ્યાસક્રમની સામાજીક ઉપયોગીતા વધી જાય છે.. શિશુવિહાર પ્રાંગણમાં શરૂ થયેલ કેરટેકર તાલીમમાં જોડાવા માંગતા યુવા ભાઈઓ -બહેનોએ સંસ્થા કાર્યાલય સંપર્ક (98245 15995) કરવા જણાવ્યું છે..

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.