રાજકોટ મહાનગરપાલિકા GPSC ની પરીક્ષાઓ માટે ફ્રી ઓનલાઈન કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવેલ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા GPSC ની પરીક્ષાઓ માટે ફ્રી ઓનલાઈન કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવેલ.


રાજકોટ શહેર તા.૨૯/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા GPSC વર્ગ ૧ અને ૨ તથા વર્ગ ૩ ની પરીક્ષાઓ માટે ફ્રી ઓનલાઈન કોચિંગ ક્લાસ ચાલુ કરવાના અનુસંધાને તા.૪/૯/૨૦૨૨ રવિવારના રોજ ફ્રી મેગા સેમિનાર કાર્યક્રમ યોજાશે. મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુ.કમિશનર અમિત અરોરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે શહેરના ગરીબ અને માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મદદરૂપ થઈ શકીએ તેવા શુભ હેતુથી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ ખાતે GPSC તથા રાજ્ય સરકારની વર્ગ ૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઓનલાઈન વીડીઓ કોચિંગ ક્લાસ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. આ માટે ગાંધીનગરની વેબસંકુલ સંસ્થા સાથે M.O.U. કરવામાં આવેલ છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઈન કોચિંગ ક્લાસ શરૂ કરવાના અનુંસધાને તા.૪/૯/૨૦૨૨ રવિવાર સવારે ૧૦:૩૦ કલાકે શ્રી પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે વેબ સંકુલ સંસ્થા ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ઉમેદવારોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવા ફ્રી મેગા સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે. આ સેમિનાર ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ વેબસાઈટ (www.rmc.gov.in) અને ટેલીગ્રામ લીંક (Websankul-GPSC ONLINE) પર પોતાનું વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી શકશે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.