ડિજિટલ સ્ટ્રાઈકઃ 7 ભારતીય અને 1 પાકિસ્તાનથી સંચાલિત યુટ્યુબ ચેનલ બ્લોક કરાઈ - At This Time

ડિજિટલ સ્ટ્રાઈકઃ 7 ભારતીય અને 1 પાકિસ્તાનથી સંચાલિત યુટ્યુબ ચેનલ બ્લોક કરાઈ


- ખોટા અને સનસનાટીભર્યા થંબનેઈલ્સ, જે-તે ટીવી ન્યૂઝ ચેનલ્સના લોગો અને એન્કર્સના ફોટોનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરવામાં આવતો હતોનવી દિલ્હી, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવારભારત સરકારે ફેક અને ભારત-વિરોધી કન્ટેન્ટ પ્રકાશિત કરવાના આરોપસર 7 ભારતીય અને એક પાકિસ્તાનથી સંચાલિત એમ કુલ 8 યુટ્યુબ ચેનલ્સને બ્લોક કરી દીધી છે. આઈટી એક્ટ 2021 અંતર્ગત ભરવામાં આવેલા આ પગલામાં એક ફેસબુક એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના કહેવા પ્રમાણે 86 લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ અને 114 કરોડથી પણ વધારે વ્યૂ ધરાવતી 8 યુટ્યુબ ચેનલ્સને ભારતમાં ખોટા દાવાઓ દ્વારા ધાર્મિક સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાના આરોપસર બ્લોક કરવામાં આવી છે. આ પ્રકારની ચેનલ્સ પર ભારત સરકારે ધાર્મિક બાંધકામોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે... ધાર્મિક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે, ભારતમાં સાંપ્રદાયિક યુદ્ધની ઘોષણા સહિતના ખોટા સમાચારોનો મારો ચલાવવામાં આવતો હતો. તેઓ ખોટા અને સનસનાટીભર્યા થંબનેઈલ્સનો ઉપયોગ કરતા હતા તથા લોકોને ગેરમાર્ગે દોરવા માટે જે-તે ટીવી ન્યૂઝ ચેનલ્સના લોગો અને એન્કર્સના ફોટોનો ઉપયોગ કરતા હતા.  મંત્રાલયના કહેવા પ્રમાણે આ પ્રકારની ચેનલ્સ મુખ્યત્વે સશસ્ત્ર દળો અને જમ્મુ કાશ્મીર જેવા વિષયોને આવરીને ખોટી માહિતી ફેલાવવાનું કામ કરતી હતી.  બ્લોક કરવામાં આવેલી ચેનલ્સની યાદી-1. Loktantra Tv- 23,72,27,331 વ્યૂઝ, 12.90 લાખ સબસ્ક્રાઈબર2. U&V TV- 14,40,03291 વ્યૂઝ, 10.20 લાખ સબસ્ક્રાઈબર3. AM Razvi- 1,22,78,194 વ્યૂઝ, 95,900 સબસ્ક્રાઈબર4. Gouravshali Pawan Mithilanchal- 15.99.32,594 વ્યૂઝ, 7 લાખ સબસ્ક્રાઈબર5. SeeTop5TH- 24,83,64,997 વ્યૂઝ, 33.50 લાખ સબસ્ક્રાઈબર6. Sarkari Update- 70,11,723 વ્યૂઝ, 80,900 સબસ્ક્રાઈબર7. Sab Kuch Dekho- 32,86,03,227 વ્યૂઝ, 19.40 લાખ સબસ્ક્રાઈબર8. News ki Dunya (પાકિસ્તાની)- 61,69,439 વ્યૂઝ, 97,000 સબસ્ક્રાઈબર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.