૨૧ ઑક્ટોબર-પોલીસ સંભારણાં દિન શરમ નો દુકાળ કલ્યાણ રાજ ની પોલીસ નું કલ્યાણ ક્યારે ? - At This Time

૨૧ ઑક્ટોબર-પોલીસ સંભારણાં દિન શરમ નો દુકાળ કલ્યાણ રાજ ની પોલીસ નું કલ્યાણ ક્યારે ?


૨૧ ઑક્ટોબર-પોલીસ સંભારણાં દિન શરમ નો દુકાળ કલ્યાણ રાજ ની પોલીસ નું કલ્યાણ ક્યારે ?
પોલીસ પ્રત્યે જન સામાન્ય ઉદાસીનતા દાખવે છે કે આ ડિપાર્ટમેન્ટ નું કામ ક્યારેય ન પડે વાત પણ ખરી છે ગાળ ગપચી ધોલ ધપાટ પોલીસ માટે સામાન્ય હોય છે પણ શરમ નો દુકાળ ધરાવતી પોલીસ પાસે ઘણી ઘણી અપેક્ષા રાખી એ છીએ પણ તેની આંતરિક પીડા અગવડો આવાસ મહેકમ પરિવારો શિક્ષણ આરોગ્ય પ્રસંગો તનાવ વિશે જાણી એ છીએ ખરા ? તેમને આ બધું નહીં હોય ? આપણા દેશ માં સને ૧૯૫૯ માં ૨૧ ઑક્ટોબરના દિવસે જમ્મુ-કાશ્મીરમાં લડાખ વિસ્તારમાં ચીન-ભારતની સરહદે ચીનના સૈનિકો સામે દેશની સીમાઓના રક્ષણ માટે ૧૦ પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા તેમની યાદમાં આ દિવસે તેમને અને ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા અન્ય પોલીસોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને ગૃહ વિભાગો દ્વારા પોલીસ સુધારણા ની મોટી મોટી વાતો કરી કલ્યાણ રાજ ની પોલીસ નું કલ્યાણ કરવા ખાખી યુનિફોર્મ દૂર કરવા સને ૧૯૯૭ માં તત્કાલીન ગૃહ અને ઉર્જા ૨૯ વર્ષીય ઉત્સાહી એન્જીનિયર મંત્રી વિપુલ ચૌધરી એતો પોલીસ નું ખાખી યુનિફોર્મ થી કલેવર બદલી અંગ્રેજ વખત ના ખાખી ની બદલે બ્લ્યુ પેન્ટ શર્ટ પોલીસ ને વધુ સૌમ્ય બનાવવા નો પ્રયાસ કરે તે પહેલાં સરકાર ગઈ આ ઉપરાંત  તત્કાલીન વડા પ્રધાન ડો મનમોહનસિંહે ૨૦૦૬ માં દેશ ના તમામ રાજ્ય ના ગૃહ વિભાગ ના સંમેલન માં પોલીસ ની આંતરિક પીડા મુક્તિ માટે કરેલ પ્રયાસ કાગળ ઉપર સીમિત રહ્યો  "માંગ્યા બળદ ને પોરો ન હોય" કામ નું ભારણ ઘટતું મહેકમ સ્ટાફ ની અછત સામે અપેક્ષા ઘણી મોટી પોલીસ ની આવી ઇમેજ માટે સરકાર ચોક્કસ જવાબદાર છે પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળ ની સૂફીયાણી સલાહ સિવાય સરકાર ઘણી બાબત માં ઉણી ઉતરી રહી છે સરકાર ના અન્ય વિભાગ ની સ્વચ્છ છબી એટલા માટે છે કે પોલીસ ખૂદ બદનામ થઈ સરકારી ઔચિત્ય બચાવવા "મુનિ બદનામ હુઈ ડારલીગ તેરે લઈએ" ની યુક્તિ એ પોલીસ ડિપાર્ટમેન્ટ નું ઓઢણુ ઓછું છે ભૂંડા ભાયડા ની બૈરાં ને સો કોઈ ભાભી કહે તેમ આપણી પોલીસ ની જાહેર ઇમેજ આટલી બધી ખરાબ કેમ ? તેમાં સરકાર જવાબદાર નથી ? જવાબદારી કેવડી મોટી હોય છે તેની સામે તેની કદર મહેકમ આવાસ બધું નિમ્ન સ્તર નું કેમ? આંતરિક સુરક્ષા માટે ગંભીર ગુનેગાર સામે પડકાર રૂપ જોખમ નિમ્ન સ્તર ના હથિયાર લાકડી ધર પરિવાર થી દુરસદુર ની ફરજો તહેવારો તરતોફાન બંધોબસ્ત મહાનુભવો નું પાઈલોટીંગ ચૂંટણી  ટ્રેનિંગ ટ્રાફિક નિયમન સંભવિત ગુના ઉપર બાજ નજર દરેક અરજી ને એફ આઇ આર ગણવા ઉપરાંત રજાબંધી માંદગી ઇજા અકસ્માત ચેપીરોગ અતિવૃષ્ટિ આપતી આફત ભૂકંપ જેવા કિસ્સા માં વારંવાર નવા ફતવા ઉપરી નો આદેશ ડીસીપ્લીન શિસ્ત ગુના ડિટેકટિવ સર્વેલન્સ દારૂ બધી કેફી દ્રવ્ય રોમિયો વાહન ચોરી નાઈટ પેટ્રોલીગ ઇ એફ આઈ આર ડીમોલેશન ઘટના દુર્ઘટના આંદોલનો દેખાવ ઘરણા રેલી રથયાત્રા જેવી અનેક અનેક બાબતો પછી પોલીસ ની નોકરી સિવિલ સર્વિસ રુલ્સ માં નિયત સમય મર્યાદા જે હોય તે પણ ઉપરી નો આદેશ એટલે રાત હોય કે દિવસ લગે રહો મુનાભાઈ MBBB અબજો કરોડો ના બજેટ માં વિકાસ ના નામે કૌભાંડો કટકી ઓ કરતા અંગુઠા છાપ બુદ્ધિ ના લઠ નેતા ઓ ગુડગવર્ન્સ ની સિદ્ધિ અને પ્રજા કર ના જોરે જોરશોર થી પોતા ના પક્ષ પાર્ટી ઓની વાહવાહી કરાવે છે લોક કલ્યાણ ના નામે પોતા ના કલ્યામ માં રચ્યા પચ્યા રહે કલ્યાણ રાજ ના કલ્યાણ કરતા ઓ પોલીસ કલ્યાણ માટે પણ વિચારે તે જરૂરી છે પોલીસ સુધારણા દીને જોરશોર થી એક દિવસ પોલીસ ના ત્યાગ બલિદાન સમર્પણ ની વાહવાહી કરશે પછી શું ? રાત ગઈ વાત ગઈ ગુજરાત ની સુખ શાંતિ સમૃદ્ધિ આર્થિક ઉન્નતિ રોજગાર ઘટતો ક્રાઈમ રેટ આ બધું કાયદો વ્યવસ્થા ને આભારી છે તે ન ભૂલવું જોઈ 

 નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.