આયાતી પામતેલમાં મંદીએ વેગ પકડયો - At This Time

આયાતી પામતેલમાં મંદીએ વેગ પકડયો


મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે આયાતી  પામતેલમાં  મંદીની  વેગીલી  દોટ  આગળ વધતાં  ભાવમાં વધુ  કડાકો  બોલાતાં  બજારમાં  ખાસ્સી   ચકચાર  જાગી હતી.    વિશ્વ બજારના સમાચાર જો કે   ખાદ્યતેલોના ભાવમાં  ક્રૂડતેલ પાછળ  પ્રત્યાઘાતી  સુધારો  બતાવી રહ્યા હતા.    પરંતુ મુંબઈ  બજારમાં ફોરવર્ડ  ભાવો નીચા  બોલાતા તથા  આયાત પડતર પણ  નીચી રહેતાં   હાજર બજારમાં  આજે  પામતેલના ભાવ  ૧૦ કિલોના  રૂ.૧૧૩૦  વાળા વધૂ તૂટી  રૂ.૧૧૦૦ના મથાળે ઉતરી ગયા હતા.   જ્યારે  ફોરવર્ડમાં  સપ્ટેમ્બરની   વિવિધ  ડિલીવરીના ભાવ  ગબડી   રૂ.૧૦૪૫થી  ૧૦૭૫ની રેન્જમાં   રહ્યા હતા. રિલાયન્સ પામતેલ   વેંચી રહ્યાની પણ ચર્ચા હતી.  ૧થી ૧૦  સપ્ટેમ્બરના  ફોરવર્ડ  ભાવ રૂ.૧૦૭૦તી ૧૦૭૫  તથા ૧૫થી ૨૫ સપ્ટેમ્બરના  ભાવ રૂ.૧૦૪૫થી  ૧૦૫૦  રહ્યા હતા. ફોરવર્ડમાં વિવિધ ડિલીવરીમાં  આજે ૫૦૦થી  ૬૦૦  ટનના વેપાર  થયા હતા.   દરમિયાન,  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંલડલાના  ભાવ આજે  ઘટી રૂ.૧૦૪૦ રહ્યા હતા. જોકે   અન્ય આયાતી  ખાદ્યતેલો આજે શાંત ગતા. મલેશિયામાં  પામતેલનો  વાયદો  ૭૭ પોઈન્ટ  ઉંચકાયો હતો.   જ્યારે  અમેરિકા  સોયાતેલના ભાવ  ઓવરનાઈટ  ૮૭ પોઈન્ટ   વધ્યા પછી આજે  પ્રોજેકશનમાં  વધુ ૧૦ પોઈન્ટ  પ્લસમાં  રહ્યા હતા.મુંબઈ બજારમાં  ૧૦ કિલોના ભાવ  સોયાતેલના  ડિગમના  રૂ.૧૨૦૫  તથા રિપાીન્ડના  રૂ.૧૨૫૫  જ્યારે સનફલાવરના ભાવ  રૂ.૧૪૫૦  તથા  રિફાઈન્ડના  રૂ.૧૫૦૦ રહ્યા હતા.    મસ્ટર્ડના  ભાવ રૂ.૧૩૯૦ તથા   રિફાઈન્ડના  રૂ.૧૪૨૦  બોલાતા હતા.    સિંગતેલ તથા  કપાસિયા  તેલના ભાવ   શાંત હતા.   સૌરાષ્ટ્ર  ખાતે સિંગતેલના  ભાવ  રૂ.૧૬૫૦થી  ૧૬૬૦ તથા  ૧૫ કિલોના  રૂ.૨૬૦૦થી  ૨૬૨૦  અને કોટન વોશ્ડના  રૂ.૧૪૦૦  બોલાઈ રહ્યા હતા.    મુંબઈ હાજર   દિવેલના ભાવ  આજે રૂ.પાંચ  ઘટયા હતા જ્યારે  હાજર એરંડાના  ભાવ કિવ.ના રૂ.૨૫  ઘટયા હતા. સામે એરંડા વાયદા  બજારમાં ભાવ  રૂ.૫૦થી ૫૫ ઉંચકાયા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.