સનાળી મુકામે સ્વયં શિક્ષકદિવસની ઉજવણી કરાય. - At This Time

સનાળી મુકામે સ્વયં શિક્ષકદિવસની ઉજવણી કરાય.


આજ રોજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સંચાલકશ્રી, આચાર્યશ્રી, શિક્ષકશ્રી, ક્લાર્ક અને પટ્ટાવાળા જેવી વિવિધ કામગીરી બજાવી હતી. અને શાળામાં ૩૦ મિનિટના સાત તાસનું આયોજન કરીને વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણકાર્ય કરવામાં આવ્યું હતું. અંતમાં વિદ્યાર્થીઓની કળા અને કૌશલ્યને આધારે શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલકશ્રી ઘનશ્યામભાઈ ફતેપરા તથા આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોએ માર્ગદર્શક તરીકેની સક્રિય ભૂમિકા ભજવી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.