ઓનલાઈન લેપટોપ ખરીદવા જતાં વેપારીએ રૂ.11.55 લાખ ગુમાવ્યા, કામથી કંટાળેલા શાકભાજીના ધંધાર્થીએ ગળેફાંસો ખાધો - At This Time

ઓનલાઈન લેપટોપ ખરીદવા જતાં વેપારીએ રૂ.11.55 લાખ ગુમાવ્યા, કામથી કંટાળેલા શાકભાજીના ધંધાર્થીએ ગળેફાંસો ખાધો


રાજકોટના માયાણીનગર પાસે બેકબોન સોસાયટી પાછળ રહેતા કેતનભાઈ સોલંકીએ લેપટોપ ખરીદવા માટે ગૂગલમાં ઓનલાઈન નંબર સર્ચ કરી વેપારીનો નંબર મેળવી લેપટોપ ખરીદવા અંગેના ભાવ તાલ નક્કી ર્ક્યા હતા. ત્યારબાદ રૂ.11.55 લાખનું પેમેન્ટ પણ કરી દીધુ હતું. તેમજ સામા પક્ષે વેપારીએ લેપટોપનો જથ્થો નિયત સમયે મોકલી આપવા બાહેંધરી તેમજ વિશ્વાસ આપ્યો હતો. પરંતુ બાદમાં સામા પક્ષના વેપારીએ છેતરપિંડી કર્યાની અરજી કેતનભાઈએ સાયબર ક્રાઈમમાં કરી હતી. જ્યારે શહેરના હનુમાન મઢી પાસે કામ કરવાથી કંટાળેલા શાકભાજીના ધંધાર્થીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવ્યું જાણવા મળ્યું છે.

સમય વિતી ગયા બાદ પણ લેપટોપ કેતનભાઈને ન મળતા સામાપક્ષે પેમેન્ટ ર્ક્યુ તે વેપારીને કોલ કરતા વેપારીએ કેતનભાઈના મોબાઈલ નંબર બ્લોકમાં નાખી દીધો હતો અને મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. તેમજ મોબાઈલ પર મળેલ સરનામું અને ઘરના એડ્રેસ પર તપાસ કરતા તે પણ ખોટું હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતા કેતનભાઈએ રાજકોટ સાયબર સેલ વિભાગમાં પોતાની અરજી આપી હતી અને અરજી પરથી સ્ટાફે મોબાઈલ લોકેશનના આધારે ગઠીયાનો નંબર મેળવી જે ખાતામાં બેલેન્સ પહોંચ્યુ તે ખાતુ સીઝ કરાવી તમામ રકમ કેતનભાઈને પરત અપાવી હતી. સાયબર સેલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ ચીજવસ્તુની ઓનલાઈન ખરીદી કરીએ ત્યારે ગૂગલ પર સર્ચ કરવામાં આવતા નંબર સાચો છે કે ખોટો તે અંગે સચોટ માહિતી મેળવી લેવી. બાદમાં કોન્ટેકટ કરી ઓનલાઈન ખરીદી કરવા સાવચેત ર્ક્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.