શ્રાવણમાં ભગવાનના શૃંગાર, આભૂષણો બનાવવાનું પ્રમાણ 10 ગણું વધ્યું, રોજ 150 કિલો ચાંદીનો વપરાશ - At This Time

શ્રાવણમાં ભગવાનના શૃંગાર, આભૂષણો બનાવવાનું પ્રમાણ 10 ગણું વધ્યું, રોજ 150 કિલો ચાંદીનો વપરાશ


દુકાન, વર્કશોપમાં દિવસ-રાત કામગીરીનો ધમધમાટ

અહીં બનેલા શંૃગાર દેશ-વિદેશના મંદિરમાં અર્પણ થાય છે

કારીગરોને મળતી રોજીરોટીનું પ્રમાણ વધ્યું

શ્રાવણ માસથી રાજકોટની સોના-ચાંદી બજારની ચમક વધી છે. અત્યારે રોજના 150 કિલો સોના-ચાંદીમાંથી ભગવાન,મંદિરને ભેટ ધરવાના દાગીના-શૃંગાર બની રહ્યા છે. જે સામાન્ય દિવસો કરતા આ પ્રમાણ 10 ગણું વધારે છે. અહીં બનેલા સોના-ચાંદીના દાગીના આભૂષણો- શૃંગાર દેશ-દુનિયાના તમામ મંદિરોમાં ભેટ ચડાવવામાં આવે છે. સોના-ચાંદીની દુકાન, વર્કશોપ, ઓફિસ વગેરેમાં અત્યારે દિવસ-રાત કામ ચાલી રહ્યું છે.આ અંગે વધુ માહિતી આપતા ચાંદીના વેપારી મનુભાઈ કંસારાએ જણાવ્યું હતું કે, ચાંદીના ભાવ ઘટવાને કારણે, કોરોના પછી બે વર્ષ બાદ તમામ તહેવારની ઉજવણી પાબંદી વગર થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.