શનિવારે લોક અદાલત: ઇ-મેમો સહિત 30 હજાર કેસ - At This Time

શનિવારે લોક અદાલત: ઇ-મેમો સહિત 30 હજાર કેસ


આગામી શનિવારે રાજકોટની તમામ કોર્ટમાં લોક અદાલત યોજાશે. જેમાં ટ્રાફિક પોલીસના ઇ-મેમો સહિત જુદી જુદી કેટેગરીના 30 હજારથી વધુ કેસો મુકવામાં આવશે. ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટના ઉપકમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા તા.12/11/2022 ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. લોક-અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય
તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે. ફોજદારી સમાધાન લાયક કેસો, ચેક રીટર્ન અંગેના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદન ને લગતા કેસો, ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુ કેસીસ, દિવાની પ્રકારના કેસો ( ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા), અન્ય સમાધાન લાયક કેસો મુકવામાં આવનાર છે. તૈયારીના ભાગરુપે જુદી જુદી મીટીંગો યોજી, પ્રિ-સીટીંગનું આયોજન કરી પક્ષકારોને સમાધાન અંગે નજીક લાવવા માટે લગભગ છેલ્લા ત્રણ મહીનાથી પ્રયત્ન કરવામાં આવી રહેલ છે જેના ભાગરુપે તા.12/11ના રોજ યોજાનાર લોક અદાલતમાં તમામ કેટેગરીના મળી કુલ 30,000 થી વધુ કેસો હાથ પર લેવામાં આવનાર છે.
લોક-અદાલતમાં પક્ષકારો પોતાનો કેસ મુકી સમાધાનથી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે. તથા કોઇનો વિજય નહી તેમજ કોઈ નો પરાજય નહી તેવી પરીસ્થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ઉત્કર્ષ ટી. દેસાઇ, પૂર્ણ કાલીન સચિવ અને સિવિલ જજ અને એડી. ચીફ જયુડી. મેજી. એન.એચ. નંદાણીયા દ્વારા વિનંતી કરાઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.