શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા ) ભાજપા દ્વારા ડભોઈ બેઠક ઉપર ઉમેદવાર તરીકે જાહેર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jnddnydr6q5408qk/" left="-10"]

શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા ) ભાજપા દ્વારા ડભોઈ બેઠક ઉપર ઉમેદવાર તરીકે જાહેર


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

" ઐતિહાસિક હિરાભાગોળના કિલ્લામાં સ્થાપિત ગઢ ભવાની માતાએ દર્શન કરી પ્રચારનાં શ્રીગણેશ કર્યા "

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા આજરોજ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડાઈ હતી. ડભોઇ 140 વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની પ્રથમ યાદીમાં જ શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા ) નું નામજાહેર કરાયું હતું. ડભોઇ વવિધાનસભા બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાને ફરી એકવાર આ બેઠક ઉપર જ રિપીટ કરાયા છે.
ત્યારે આજરોજ શૈલેષભાઇ મહેતા દ્વારા ડભોઇના સુપ્રસિદ્ધ ઐતિહાસિક હિરાભાગોળના કિલ્લામાં પ્રસ્થાપિત ગઢભવાની માતાના દર્શન કરી, આશીર્વાદ લઇ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યાં હતાં. આ પ્રસંગે ભવ્ય રેલી સાથે તેઓ માતાજીના મંદિરે માથું ટેકવી માતાનાં આશીર્વાદ લેવા જતા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને શૈલેષભાઇ મહેતાને શુભેચ્છાઓ પાઠવી, ફુલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ડભોઈ ખાતેનાં કાર્યાલયમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા. જેમાં કેટલાક કાર્યકરોમાં તો હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા. " શૈલેષભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે "ના
ગગનભેદી નારાઓ લગાવી સૌ કાર્યકરો આ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]