શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય -સિહોર ખાતે આજે પતંગોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/d21jmntgbebgednr/" left="-10"]

શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય -સિહોર ખાતે આજે પતંગોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.


શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય -સિહોર ખાતે આજે પતંગોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
આજરોજ તા-13-1-24ને શનિવારે ત્રણેય શાળાશ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ, સેન્ટમેરી -આશ્રમશાળાના સંયુક્ત ઉપક્રમે પતંગોત્સવની ઉજવણીમાં વિદ્યાર્થીઓને એ. બી.સી.ડી.એમ ચાર ગૃપમા વહેંચણી કરીને બ્લ્યુ, યલો, ગ્રીન,રેડ કલરની પતંગોથી આકાશ રંગબેરંગી બન્યું હતું. ગૃપવાઈઝ સ્પર્ધા યોજવામાં આવી. એલ.કે.જી થી ધો-2 પતંગ બનાવવાની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.સર્વે ગૃપના ઇન્ચાર્જ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સુંદર રીતે વિદ્યાર્થીઓ દ્વારા પતંગો ચગાવવામાં આવી. પ્રથમ-દ્વિતીય-તૃતીય નંબરો મેળવનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી.
આચાર્યશ્રી ફાધર વિનોદ, સેન્ટમેરી સ્કુલના આચાર્ય ફા.સીજુ થોમસ તથા આશ્રમશાળાના આચાર્યશ્રી જયસંગસરના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ સહયોગ આપી પતંગોત્સવ સફળ બનાવવામા આવ્યો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]