શહેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપીને મોરવા રેણા ગામેથી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો - At This Time

શહેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપીને મોરવા રેણા ગામેથી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો


શહેરા પોલીસ સ્ટેશન ખાતે ૨૦૨૧માં પ્રોહીબિશનના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી પ્રવિણસિંહ ઉર્ફે ટીનો કરણસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે છેલ્લા બે વર્ષ થી પોલીસ પકડથી દૂર હતો તેઓ નાસ્તો ફરતો હતો જેને લઇને એલસીબી પોલીસ નાઓને ખાનગી બાતમી મળી હતી કે શહેરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાનો કામે નાસતો ફરતો આરોપી હાલ શહેરા તાલુકાના મોરવા રેણા ગામે ચોકડી પાસે ઉભેલ છે જેને લઇને એલસીબી પોલીસ ડૉ.એમ.એમ.ઠાકોર પોલીસ એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી ગોધરા એસ.આર.શર્મા પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલસીબી સ્ટાફના માણસોએ મોરવા રેણા ચોકડી જઈ તપાસ કરી આરોપી ચોકડી પર ઉભેલ મળી આવ્યો હતો જેથી તેઓને પકડી પાડી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ પ્રવીણસિંહ ઉર્ફે ટીનો કિરણસિંહ ઝાલા રહે ઇટાડી તાલુકો ગળતેશ્વર જિલ્લો ખેડા ના હોવાનું જણાવેલ જે આરોપીને પકડી પાડી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારું શહેરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ હતો

રિપોર્ટર વિનોદ પગી શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.