વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્રમાંદવાઓ ફાળવવા અને એક્સરે મશીન બંધ હોય રીપેર કરાવવા ટિમ ગબ્બરની માંગ - At This Time

વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્રમાંદવાઓ ફાળવવા અને એક્સરે મશીન બંધ હોય રીપેર કરાવવા ટિમ ગબ્બરની માંગ


વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્રમાંદવાઓ ફાળવવા અને એક્સરે મશીન બંધ હોય રીપેર કરાવવા ટિમ ગબ્બરની માંગ.ટિમ ગબ્બર ગુજરાતના સ્થાપક કાંતિ એચ.ગજેરા તથા વિસાવદરના સ્થાનિક એડવોકેટ નયનભાઇ જોશી દ્વારાઆરોગ્યમંત્રી
મુખ્યમંત્રી,ગુજરાત.
કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢમામલતદાર, વિસાવદરપ્રાંતઅધિકારીવિસાવદર વિગેરેને લેખિતરજુઆત કરી જણાવેલ છે કે,વિસાવદર શહેરની વસ્તી ૪૦ હજારની છે અને તાલુકાની વસ્તી આશરે દોઢ લાખની હોય અહીં એક જ સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે અહીં બીજી કોઈ સરકારી હોસ્પિટલ આવેલ ન હોય અને જે છે તે માંદગીને બિછાને હોય તે રીતે હોસ્પિટલમાં પૂરતો દવાઓનો સ્ટોક ફાળવવામાં આવતો ન હોય માગણી કરવા છતાં વિસાવદરનીજરૂરિયાતના પ્રમાણમાં ખૂબ જ ઓછો સ્ટોક ફાળવી વિસાવદરને કાયમી અન્યાય કરવામાં આવી રહેલ હોય તેવી સ્થિતિ ઉભી થયેલ છે અહીંના દવાખાનામાં છે એના કરતાં નથી તેવી દવાઓનો સ્ટોક તાત્કાલિક ફાળવવામાં આવે તેવી અમારી માગણી છે વિસાવદર તાલુકાના દર્દીઓ માટે સામાન્ય એવીસુવિધાઓ માટે વિસાવદરથી જૂનાગઢ જેવા દૂરના સ્થળે આવવું જવું ખૂબ જ કઠિન છે અને ગરીબ દર્દીઓને આ ખર્ચ પણ પોસાય તેમ ન હોય તેથી ગરીબ પ્રજાના હિતમાં તાત્કાલિક જરૂરી સુવિધાઓ તથા જરૂરી ખૂટતી તમામ દવાઓ માંગણી મુજબની ફાળવવામાં આવે તેમજ એક્સરે મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હોય તેના કારણે લોકોને ખુબજ અગવડતા પડતી હોય અને બિન જરૂરી ખૂબ મોટો ખર્ચ કરી અન્ય પ્રાઇવેટ જગ્યાએ એક્સરે કઢાવવા જવું પડતું હોય તેથી આ બાબતે સ્થાનિક લોકો તરફથી પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયેલ ન હોય તેથી વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત મુજબની દવાઓ તથા અન્ય સુવિધાઓ તાત્કાલિક પુરી પાડવા અમારી ટિમ ગબ્બરની રજુઆત છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.