કોઠારીયા રોડ પર આઇસરની ઠોકરે બાઈક સવાર બે પ્રૌઢ ફંગોળાયા:૧ નું મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cyoqkxuzef6idwrl/" left="-10"]

કોઠારીયા રોડ પર આઇસરની ઠોકરે બાઈક સવાર બે પ્રૌઢ ફંગોળાયા:૧ નું મોત


શહેરમાં માતેલા સાંઢની માફક દોડતાં ડમ્પરો અને આઈશરો વાહનચાલકો અને રાહદારીઓને હડફેટે લઈ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ત્યારે ગઈ મોડી રાતે કોઠારીયા રોડ પર આઇસરની ઠોકરે બાઈક સવાર બે પ્રૌઢ ફૂટબોલના દડાની માફક ફંગોળાયા હતાં. જેમાં ખોડિયાર સોસાયટીમાં રહેતાં રાજુભાઈ શીશાંગિયાનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલ ધનસુખભાઈ ગોંડલીયાની ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ દોડી આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં ખોડિયાર સોસાયટી-10, સહકાર મેઈન રોડ પર રહેતાં રાજુભાઇ ભીખુભાઇ શીશાંગિયા (ઉ.વ.50) અને ખોડિયાર ચોકમાં આનંદ કોલોનીમાં રહેતાં તેના મામાના પુત્ર ધનસુખભાઈ કિશોરભાઈ ગોંડલીયા (ઉ.વ.54) ગઈકાલે બંને સાથે બાઇકમાં ખોખળદળ ગામે અમદાવાદ હેર આર્ટ વાળા અલ્પેશભાઈ ચૌહાણની પુત્રીની સગાઈમાં ગયેલ હતાં જ્યાંથી તેઓ રાતના સમયે ઘરે પરત ફરતાં હતાં ત્યારે દસ વાગ્યાની આસપાસ કોઠારીયા મેઈન રોડ પર બ્રહ્મણી હોલ પાસે પહોંચતા બાઈકને પાછળથી પુરપાટ ઝડપે આવેલા આઇસરે હડફેટે લેતાં બાઈક પરથી બંને પ્રૌઢ રોડ પર પટકાયા હતાં અને બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ સ્થળે એકઠાં થયેલ લોકોએ 108 મારફત બંને ઇજાગ્રસ્તોને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ ટૂંકી સારવારમાં રાજુભાઇ શીશાંગિયાનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કર્યાવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી અકસ્માત સર્જનાર આઈશર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મૃતક કારખાનામાં નોકરી કરતાં અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બનાવથી મૃતકના પરિવારમાં આક્રંદ છવાયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત ધનસુખભાઈ ફોટોગ્રાફીનો ધંધો કરે છે. તેઓને સંતાનમાં બે પુત્ર છે. બનાવ અંગે પોલીસે વધું તપાસ યથાવત રાખી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]