બર્થડે ઉજવવા ભેગા થયેલા પરિવારને ગાળો બોલી લાકડીથી હુમલો . - At This Time

બર્થડે ઉજવવા ભેગા થયેલા પરિવારને ગાળો બોલી લાકડીથી હુમલો .


વડોદરા , અકોટા દાંડિયાબજાર બ્રિજ પર સોલર પેનલ પાસે બર્થડે ઉજવવા માટે ઉભેલા પરિવારના ફોટા પાડતા કાર ચાલકને અટકાવતા પરિવાર પર કાર ચાલકે લાકડી વડે હુમલો કર્યો હતો . જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે . ગોત્રી ગદાપુરા વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા જ્યંતિ વિઠ્ઠલભાઇ માછીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે , ગત તા . ૩૦ મી જૂને મારા દીકરા રવિશના પત્ની રવિનાની બર્થડે હતી . અમે અકોટા બ્રિજ પર સોલર પેનલની નીચે કેક કાપવાનું નક્કી કર્યુ હતું . હું મારો છોકરો રવિશ , તેની પત્ની રવિના , મોટો દીકરો અજય તેની ૫ ત્ની આશા અને રવિનાની બહેનપણીઓ રાતે સાડા દશ વાગ્યે નીકળી અકોટા બ્રિજ પર સોલર પેનલની નીચે ગયા હતા . અમે કેક કાપવાના હતા . તે દરમિયાન વરસાદ પડવાનો ચાલુ થઇ ગયો હતો . જેથી , અમે બધા બાજુમાં ઉભા રહી ગયા હતા . તે સમયે અમારી નજીકમાં એક સફેદ કલરની ફોર વ્હીલર આવીને ઉભી હતી . તે કારમાંથી બે છોકરાઓ અમારા તેમજ છોકરીઓના ફોટા તેમના ફોનમાંથી પાડતા હતા . મારા પુત્ર અજયે તેઓને ફોટા નહી પાડવા માટે જણાવતા કારચાલક ઉશ્કેરાઇને અમને ગાળો બોલવા લાગ્યો હતો . તેણે કારમાંથી લાકડી કાઢી મારા દીકરા અજયના માથામાં મારી દેતા તે નીચે પડી ગયો હતો . તે દરમિયાન લોકો ભેગા થઇ જતા કારના કાચ તોડી નાંખ્યા હતા . ટોળાનો રોષ જોઇને કાર ચાલક અને તેનો સાગરિત કાર લઇને ભાગી ગયા હતા . રાવપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને કારચાલકની શોધખોળ હાથ ધરી છે . બ્રિજ પર ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજની પોલીસે ચકાસણી હાથ ધરી છે . પરંતુ , પોલીસને કારનો નંબર મળ્યો નથી . તૂટેલા કાર વાળી કાચ પોલીસ શોધી રહી છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.