મારી સાથે કામ કરતાં તારા સાળાને ફોન ન કરતો કહીં યુવકને ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો - At This Time

મારી સાથે કામ કરતાં તારા સાળાને ફોન ન કરતો કહીં યુવકને ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો


મારી સાથે કામ કરતાં તારા સાળાને ફોન ન કરતો કહીં દલિત યુવકને ફોનમાં ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે સાધુવાસવાણી રોડ પર જનકપુરી કોમ્પલેક્ષ સામે આવાસ કવાર્ટરમાં રહેતાં મનીષભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયા સોલ્વન્ટના રસુલપરામાં રહેતાં સલમાનનું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન વર્ષ 2016 મા બજરંગવાડીમા રહેતા અમરસીભાઈ પરમારની દીકરી વર્ષા પરમાર સાથે થયેલ હતાં. મારે સંતાનમાં એક પુત્ર છે. મેં છ મહીના પહેલા છૂટાછેડા કરી લીધેલ છે અને અમે દંપતી અલગ રહીએ છીએ, હાલ મારો દિકરો મારી સાથે જ રહે છે. ગત જાન્યુઆરી માસમાં મારી પત્ની વર્ષાએ મારા વિરુધ્ધ મહીલા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી ત્યારે મને ત્યા બોલાવતા ત્યાં મારી પત્ની તથા મારો સાળો મીતેષ તથા તેનો મીત્ર સલમાન સાથે આવેલ હતાં. ગઇ કાલે બપોરના હું મારા ઘરે હાજર હતો ત્યારે મે મારા સાળા મિતેષ પરમારને ફોન કરેલ ત્યારે ફોન તેને લાગેલ નહી
અને ત્યારબાદ થોડીવાર પછી મારા સાળા મિતેશ પરમારનો ફોન આવેલ અને મેં તેને કહેલ કે, તારા મમ્મી સાથે મારે વાત કરવી છે, તારા મમ્મીને કહે મારો ફોન ઉપાડે તેમ કહેતા મિતેષએ કહેલ કે, નક્કર શું થાશે ત્યારે મેં કહેલ કે, તો આપણે રૂબરૂ મળીને વાત કરીએ કહેતા મિતેષ સાથે ફોનમા બોલાચાલી થયેલ ત્યારબાદ તેને તેના મિત્ર સલમાનને કોન્ફરન્સમાં ફોન કરેલ અને આ સલમાનએ કહેલ કે, આ મિતેષ મારી ઓફીસમાં સી.સી.ટી.વી નુ કામ કરે છે તમે તેને ફોન કરીને કેમ હેરાન કરો છો તેમ વાત કરેલ અને તમારે તો તમારી પત્ની સાથે છુટાછેડા થઇ ગયેલ છે અને તેના પરીવાર સાથે કાઇ લેવા દેવા નથી તો કેમ તેને ફોન કરીને કેમ હેરાન કરો છો અને મિતેષને ફોન ન કરતા.
ત્યારબાદ મે ફોન રાખી દીધેલ તબાદ સલમાનને રાત્રીના વાત કરવા માટે વોટ્સએપ વીડીઓકોલ કરેલ જે ઉપાડેલ નહી અને થોડી વાર બાદ આ સલમાનનો વોટ્સએપમાં વોઈસ કોલ આવેલ અને તેને મને જેમ ફાવે તેમ બોલી ગાળો આપી કહેલ કે તુ, તો નવરો છો ફોન મુક અને મને જ્ઞાતી પ્રત્યે હડધુત કરી ગાળો આપી મને કહેલ કે, તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં મે ફોન કાપી નાખેલ ત્યાર બાદ સલમાને ફરી ફોન કરેલ અને કહેલ કે, મીતેષ મારી સાથે સી.સી.ટી.વી.નુ કામ કરતો હોય તેને વારંવાર ફોન કરી હેરાન ના કરતો તેમ કહીં ધમકી આપી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.