શ્રાવણ મહિનામાં વ્રત કરવાનું ધાર્મિક ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ પણ છે મહત્વ - At This Time

શ્રાવણ મહિનામાં વ્રત કરવાનું ધાર્મિક ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ પણ છે મહત્વ


હિન્દુ ધર્મ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે. કેટલાક લોકો શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે. સોમવારના દિવસે વ્રતમાં લોકો એક સમયનું ભોજન કરે છે. તે પણ એકદમ સાત્વિક ભોજન. માત્ર એટલુ જ નહીં આ આખો મહિનો લોકો સાત્વિક ભોજન જમે છે. પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે શ્રાવણનો આખો મહિનો લોકો સાત્વિક ભોજન કેમ જમે છે? શા માટે લોકો પ્રાચીન સમયથી ઉપવાસ કરતા આવી રહ્યા છે. 

શ્રાવણ મહિનામાં ઉપવાસ કેમ જરૂરી

શ્રાવણ મહિનામાં ખૂબ વરસાદ પડે છે. આ દરમિયાન ઉપવાસ કરવાનું ખાસ મહત્વ છે. આયુર્વેદ અનુસાર આ મોસમમાં વરસાદના કારણે બજારમાં ઓછી શાકભાજી આવે છે. તેથી બીજી તરફ પાંદડા અને લીલી શાકભાજીઓમાં કીડા પડવા લાગે છે. આને ખાધા બાદ પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. સાથે જ આ મોસમમાં દૂધ પીવાની પણ મનાઈ કરવામાં આવે છે કેમ કે ઘાસ પર કીડા-મકોડા થઈ જાય છે. દરમિયાન ગાય ઘાસ ખાય છે તો તેનુ દૂધ પણ ટોક્સિક થઈ જાય છે. તેથી આ મોસમમાં દૂધવાળી વસ્તુઓ પણ ખાવાની મનાઈ કરવામાં આવે છે કેમ કે પેટ ખરાબ થઈ જાય છે.
વરસાદની સીઝનમાં પાચનક્રિયા નબળી પડી જાય છે

વરસાદમાં ચારેબાજુ હરિયાળી છવાયેલી રહે છે પરંતુ આ મોસમમાં ગરમીની સાથે ઉકળાટ પણ વધી જાય છે. આ ઉકળાટ પાચનતંત્રને કમજોર બનાવી દે છે સાથે જ આ આંતરડાની હેલ્થ પણ બગાડી શકે છે. જેના કારણે પેટ અને આંતરડા સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે. આ જ કારણ છે કે આ મોસમમાં પેટ ખરાબ, અપચો, એસિડિટી, સોજો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શ્રાવણ મહિનામાં સોમવારના ઉપવાસ કરવાના ફાયદા

આયુર્વેદ અનુસાર શ્રાવણ મહિનામાં જો તમે એક દિવસ પણ વ્રત રાખો છો તો તમને હેલ્થ સંબંધિત સમસ્યાઓ થશે નહીં. ઉપવાસ કરવાથી ઘણી બધી પેટ સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. પેટ ખરાબ થવાથી બચાવે છે. સાથે જ બ્લોટિંગ, ગેસ, એસિડિટીની સમસ્યામાંથી પણ છુટકારો અપાવે છે. આ વ્રતને કરવાથી શરીર પર જમા ફેટ એનર્જીમાં બદલાઈ જાય છે. આ દરમિયાન શરીર સારી રીતે ડિટોક્સ થઈ જાય છે. તેથી વ્રત કરવાના પણ ફાયદા છે.

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.