મકતમપુરા વોર્ડના પાણીના પ્રશ્નને લઈ કોંગ્રેસ કોર્પોરેટર બોર્ડમાં ધુ્સ્કે ધુ્સ્કે રડયા - At This Time

મકતમપુરા વોર્ડના પાણીના પ્રશ્નને લઈ કોંગ્રેસ કોર્પોરેટર બોર્ડમાં ધુ્સ્કે ધુ્સ્કે રડયા


અમદાવાદ,શુક્રવાર,
24 જુન,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બોર્ડ બેઠકમાં
મકતમપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર પાણીના પ્રશ્નને લઈ અનેક વખત રજુઆત કરવા
છતાં પણ સમસ્યા ઉકેલાતી ના હોવાની રજુઆત કરતા મેયર અને કમિશનર સમક્ષ બેનર લઈ બેસી
ગયા હતા.રજુઆત સમયે ધુ્સ્કે ધુ્સ્કે રડી પડતા મ્યુનિસિપલ કમિશનરે કહેવુ પડયુ હતુ કે,તમે મારી
કેબિનમાં આવો.કોંગ્રેસના કોર્પોરેટરે બેઠકમાં આક્ષેપ કરતા કહ્યુ,વોર્ડમાં જે
કોન્ટ્રાકટરને કામગીરી અપાય છે એ કોન્ટ્રાકટર એમ કહે છે કે,કોન્ટ્રાકટર
કોર્પોરેટર દીઠ દર મહિને બે લાખ રુપિયાનો હપ્તો આપે છે.મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં ઝીરો અવર્સમાં વિપક્ષ નેતા શહેજાદ
ખાન પઠાણે  રજુઆત કરતા કહ્યુ,શહેરના સાત
ઝોનમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેકટ પાછળ છેલ્લા આઠ વર્ષમાં તંત્ર તરફથી ૫૪.૨૫
કરોડનો  ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં
સામાન્ય એક ઈંચ વરસાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે
છે.નવા પશ્ચિમ ઝોનમાં આવેલા દસ થી વધુ તળાવમાં ગટરના ગંદા પાણીની સમસ્યા છે.તમામ
તળાવમાં ડ્રેનેજના ગેરકાયદે જોડાણ આપવામાં આવ્યા હોવાથી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ
લાઈનના વાલ્વ બંધ કરવાની ફરજ પડે છે.પાંચ વર્ષ અગાઉ શહેરમાં ૪૦૦ કરોડના રોડ તુટવાના કૌભાંડમાં
વિજિલન્સ તપાસ બાદ મ્યુનિ.ના ૨૩ અધિકારીઓને માત્ર ઈન્ક્રીમેન્ટ રોકવાની સજા થઈ
પરંતુ ડુપ્લીકેટ બિલથી ડામર ચોરીના કૌભાંડમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ
થઈ હોવા છતાં કમિશનરે દોષિત અધિકારીઓ સામે હજુ સુધી કેમ કાર્યવાહી કરી નથી એવી
રજુઆત થતાં કમિશનરે કહ્યુ,મેટર
સબજયુડિસ છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે મ્યુનિ.તંત્રે અત્યાર સુધીમાં
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ૧૯૭૪ કરોડ જેટલી રકમ બ્રિજ લોન પેટે
આપી હોવા છતાં ૨૫ વર્ષ બાદ પણ આ પ્રોજેકટ પુરો ના થયો હોવાની રજુઆત બેઠકમાં થઈ
હતી.મકતમપુરા વોર્ડમાં બે વર્ષથી પાણીના પ્રશ્નને લઈ વોર્ડ
સમિતિથી લઈ મ્યુનિસિપલ બોર્ડ બેઠક સુધીના સ્તર સુધી વારંવાર રજુઆત કરવા છતાં
પાણીનો પ્રશ્ન ઉકેલાતો ના હોવાની રજુઆત કરતા કોંગ્રેસના કોર્પોરેટર હાજી અસરાર બેગ
મિરજા બોર્ડ બેઠક દરમિયાન જ રડી પડતા વાતાવરણ ગંભીર બની ગયુ હતું.કોંગ્રેસના કોર્પોરેટરે
બેઠકમાં જ વોર્ડમાં એમ.વી.વાઘેલા નામના કોન્ટ્રાકટરને તમામ કામ સોંપાતા હોવા
ઉપરાંત આ કોન્ટ્રાકટર પાણીના ટેન્કર વેચતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.કોન્ટ્રાકટરે કહે છે,હું
નીચેથી લઈ કમિશનર સુધીના  તમામને હપ્તા આપુ
છું.-કોર્પોરેટરનો આક્ષેપ

કોંગ્રેસના કોર્પોરેટરે કરેલા આક્ષેપ મુજબ,વોર્ડમાં પાણીના
ટેન્કર પુરા પાડવા માટે સોસાયટીઓ દીઠ ૮૦૦થી ૧૦૦૦ વસુલવામાં આવતા હોવાની ફરિયાદ
મળતા મેં જાતે તપાસ કરી હતી.કોન્ટ્રાકટર સામે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જયારે રજુઆત
કરી તે સમયે આસીસ્ટન્ટ ઈજનેર કોન્ટ્રાકટરની તરફેણ કરતા હતા.વોર્ડમાં કેચપીટ સફાઈ
હોય, ડ્રેનેજ
લાઈન ડીસિલ્ટીંગ સહિતની તમામ કામગીરી એક જ કંપનીને સોંપવામાં આવે છે.કોન્ટ્રાકટર
વિરુધ્ધ ફરિયાદ કરતા એ જાહેરમાં એવો પ્રચાર કરે છે કે,હું નીચેથી લઈ
મ્યુનિસિપલ કમિશનર સુધીના તમામને હપ્તા આપુ છુ.તમારે જયાં રજુઆત કરવી હોય ત્યાં
કરો.કશુ બગાડી નહીં શકો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.