જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાએ સ્વચ્છ ભારત મિશનના અધિકારીઓ-કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી - At This Time

જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાએ સ્વચ્છ ભારત મિશનના અધિકારીઓ-કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી


જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાએ સ્વચ્છ ભારત મિશનના અધિકારીઓ-કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાના અધ્યક્ષપદે બોટાદ જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે સ્વચ્છ ભારત મિશનના અધિકારીઓ-કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં બોટાદ જિલ્લાના ઢસા,ઢસા જંકશન,જલાલપર,વિકળીયા,ભંડારીયા અને રસનાળ ગામમાં આગામી ત્રણ માસના ટૂંકા સમયગાળામાં પ્રવાહી અને ઘન કચરાનું વ્યવસ્થાપન કરવા તેમજ સ્વચ્છતાને લગતી અન્ય સુવિધાઓ ઉભી કરી મોડલ કલ્સટર ઉભું કરી આ ગામોને આદર્શ ગામ બનાવવા સુચારૂં આયોજન ઘડી કાઢવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક વિનોદભાઇ જોશીએ પણ બોટાદ જિલ્લાના વધુને વધુ ગામો મોડલ કલ્સટર થકી આદર્શ બને તેનું જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતુંઆ બેઠકમાં જિલ્લા પંચાયતના સ્વચ્છ ભારત મિશનના સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો/8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.