શ્રી નિજાનંદ સ્કૂલ મેંદરડા દ્વારા હોળી તેમજ ધુળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ. - At This Time

શ્રી નિજાનંદ સ્કૂલ મેંદરડા દ્વારા હોળી તેમજ ધુળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ.


મેંદરડા: શ્રી નિજાનંદ સ્કૂલ મેંદરડા દ્વારા હોળી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવેલ

શાળાના બાળકો સ્ટાફ ટ્રસ્ટી સહીતનાઓ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

મેંદરડા શ્રી નિજાનંદ સ્કૂલ દ્વારા અવનવા ધાર્મિક તહેવારોની ઉજવણી થતી હોય છે તે અંતર્ગત આજરોજ હોળી અને ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવેલી બાળકો દ્વારા એક ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આબેહૂબ હોલિકા દહન નું ચિત્ર બાળકો દ્વારા બનાવવામાં આવેલ

હોળી એટલે અસત્ય ઉપર સત્યનો વિજય અને ધુળેટી એટલે જેમ અલગ અલગ રંગો હોય છે તેમ જીવનના અલગ અલગ રંગો દ્વારા એક ભાઈચારાની ભાવના સાથે ધામધૂમથી હોળી તેમજ ધુળેટી પર્વની ઉજવણી નિજાનંદ સ્કૂલ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ

જેમાં શાળાના ટ્રસ્ટી દિપકભાઈ બલદાણીયા શાળાના આચાર્ય પલ્લવી બેન માવાણી શાળા સ્ટાફ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરી ઉજવણી કરવામાં આવેલ

રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image